પહેલી ટેસ્ટના કારમા પરાજય બાદ સ્ટીવ સ્મિથે ભારતીય ટીમને સલાહ આપી...

23 December, 2020 02:00 PM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

પહેલી ટેસ્ટના કારમા પરાજય બાદ સ્ટીવ સ્મિથે ભારતીય ટીમને સલાહ આપી...

સ્ટીવ સ્મિથ

પ્રથમ ટેસ્ટમાં માત્ર અઢી દિવસમાં મળેલા પહેલા પરાજય અને લોએસ્ટ ૩૬ રનમાં ઑલઆઉટ થયાની નામોશી બાદ ટીમ ઇન્ડિયા ભારે હતાશ થઈ ગઈ છે. કૅપ્ટન વિરાટ કોહલી ભારત પાછો ચાલ્યો ગયો છે અને મોહમ્મદ શમી ઇન્જર્ડ થઈને સિરીઝમાંથી આઉટ થઈ ગયો છે. આમાં કમબૅક કરવા ઝઝૂમી રહેલી ભારતીય ટીમને ઑસ્ટ્રેલિયન ટીમના અનુભવી બૅટ્સમૅન અને ભૂતપૂર્વ કૅપ્ટન સ્ટીવ સ્મિથે ભારતીય ટીમને સલાહ આપી છે કે આ હારને ભૂલો અને આગળ વધો.

બીજી ટેસ્ટ શનિવારથી શરૂ થઈ રહી છે ત્યારે પહેલી ટેસ્ટમાં બીજી ઇનિંગ્સના ખરાબ પર્ફોર્મન્સની ભૂલને આગળ વધવાનું કહેતાં સ્મિથે કહ્યું હતું કે આવું ક્યારેક થઈ જાય છે. એ બધું ભૂલીને ભારતીય બૅટ્સમેનોએ આગળ વધવું જોઈએ.

ઑસ્ટ્રેલિયાના બોલિંગ-અટૅકનાં વખાણ કરતાં સ્મિથે કહ્યું હતું કે, ‘અમારા બોલરોએ ખૂબ ઉમદા બોલિંગ કરી હતી. મને લાગે છે કે મેં છેલ્લાં પાંચેક વર્ષમાં જોયેલો અમારો આ સર્વશ્રેષ્ઠ બોલિંગ પર્ફોર્મન્સ હતો. જે લેંગ્થ પર બૉલ ફેંકાઈ રહ્યો હતો એ એકદમ પર્ફેક્ટ હતો. ક્યારેક આવું થઈ જાય છે કે તમે એક બેસ્ટ બૉલમાં બૅટ અડાડી બેસો અને વિકેટ ગુમાવી દો. ભારતીય બૅટ્સમેનોએ બધું ભૂલવાની કોશિશ કરવી જોઈએ અને આગળ વધવું જોઈઅ અને માનસિકતા પૉઝિટિવ રાખવી જોઈએ. દરેક બૅટ્સમેને હવે એ વિચારવું જોઈએ કે આગલી મૅચમાં તે કેવી રીતે બેસ્ટ પર્ફોર્મ કરી શકે.’

શનિવારથી શરૂ થતી બીજી ટેસ્ટના મેદાન મેલબર્ન વિશે સ્મિથે કહ્યું હતું કે મને આ મેદાન ખૂબ પસંદ છે અને વિશ્વાસ છે કે હું આ મેદાનમાં બેસ્ટ પર્ફોર્મ કરીશ.

sports sports news cricket news india australia steve smith