વિરાટ કોહલીની સામે ગેમ પ્લાન હોવો ખૂબ જરૂરી છે : ઍડમ ઝૅમ્પા

17 January, 2020 02:09 PM IST  |  Rajkot | Harit N Joshi

વિરાટ કોહલીની સામે ગેમ પ્લાન હોવો ખૂબ જરૂરી છે : ઍડમ ઝૅમ્પા

ઍડમ ઝૅમ્પા

ઑસ્ટ્રેલિયન લેગ-બ્રેક બોલર ઍડમ ઝૅમ્પાનું કહેવું છે કે વિરાટ કોહલી સામે ગેમ પ્લાન હોવો ખૂબ જ જરૂરી છે. આજની મૅચ પહેલાંની સાંજે મીડિયા સામે વિરાટ કોહલીએ કહ્યું હતું કે ગયા વર્ષે ઑસ્ટ્રેલિયા સામેની ૩-૨થી હારેલી સિરીઝમાં ઍડમ ઝૅમ્પાનું પર્ફોર્મન્સ અદ્ભુત હતું. કોહલીએ એ પણ કહ્યું હતું કે મિડલ ઑર્ડરમાં ઝૅમ્પાની સામે તેમણે તેમનું બેસ્ટ પર્ફોર્મન્સ આપવું પડશે. પાંચ મૅચની સિરીઝમાં ઝૅમ્પાએ ૧૧ વિકેટ લીધી હતી અને કોહલીને બે વાર આઉટ કર્યો હતો. વાનખેડેમાં પણ ઝૅમ્પાએ ઇન્ડિયન બૅટ્સમેન માટે ખૂબ જ મુશ્કેલી ઊભી કરી હતી તેમ જ તેણે કોહલીની પ્રાઇઝ વિકેટ પણ લીધી હતી. ઝૅમ્પાએ ટી૨૦માં બે વાર અને વન-ડેમાં ચાર વાર કોહલીની વિકેટ લીધી છે. ઝૅમ્પાનો મંત્ર છે કે હંમેશાં અટૅકિંગ મોડમાં રહેવું. આ વિશે ઝૅમ્પાએ કહ્યું હતું કે ‘તમે બૅકફૂટ પર રમતા હો અને ડિફેન્સ કરવાનું તમારા મગજમાં ચાલતું હોય ત્યારે વિરાટ કોહલી તમારા પર હાવી થઈ જાય છે.’

વિરાટની વિકેટ લેવા વિશે પૂછતાં ઝૅમ્પાએ કહ્યું હતું કે ‘મેં કોહલીની વિકેટ ઘણી વાર લીધી છે, પરંતુ મને નથી લાગતું કે એ કોઈ મોટી વાત છે. મારી સામે તેણે હંમેશાં ૧૦૦થી વધુની સ્ટ્રાઇક રેટે રન કર્યા છે. તેની સામે બોલિંગ કરવું ખૂબ જ મુશ્કેલ છે. પહેલી મૅચ બાદ આવતી કાલે (આજે) બીજી મૅચમાં તે પહેલેથી તૈયાર હશે. આથી અમારા માટે એ ખૂબ જ ચૅલેન્જિંગ રહેશે.’

ઑસ્ટ્રેલિયાના ઍનૅલિસિસ મુજબ કોહલીને શરૂઆતમાં જ લેગ-સ્પીનર સામે રમવામાં ઘણી તકલીફ પડે છે. આ વિશે ઝૅમ્પાએ કહ્યું હતું કે ‘સાચું કહું તો અમારા ઍનૅલિસિસમાં અમને ખબર પડી હતી કે કોહલી તેની ઇનિંગની શરૂઆતમાં લેગ-સ્પીનર સામે રમવામાં થોડી મુશ્કેલી પડે છે. પહેલી મૅચમાં પણ તેણે ૧૪ બૉલમાં ૧૬ રન કર્યા હતા. તે ખૂબ જ ઝડપથી કવર ડ્રાઇવ રમે છે અને રન પણ ખૂબ જ સ્પીડમાં લે છે. તેની એનર્જીથી ટીમ પર અસર પડે છે. આથી વિરાટ સામે ગેમ પ્લાન ખૂબ જ જરૂરી છે.’

virat kohli australia india wankhede t20 international cricket news sports news harit n joshi