ડીઆરએસમાં ગફલત કરતાં ટિમ પેઇન થયો ટ્રોલ

18 January, 2021 03:32 PM IST  |  Brisbane | Gujarati Mid-day Correspondent

ડીઆરએસમાં ગફલત કરતાં ટિમ પેઇન થયો ટ્રોલ

ટિમ પેઇન

ઑસ્ટ્રેલિયાએ ભારત સામેની ચોથી ટેસ્ટ દરમ્યાન ત્રીજા દિવસે કેટલાક વિચિત્ર ડીઆરએસ કૉલ લીધા હતા, જેના કારણે કૅપ્ટન ટિમ પેઇનને સોશ્યલ મીડિયામાં ટ્રોલ કરવામાં આવ્યો હતો. પેઇને મયંક અગરવાલ અને નવદીપ સૈનીના કૅચ માટે અમ્પાયરના નિર્ણયોની સમીક્ષા કરવા ડીઆરએસ લીધો હતો.

૪૯મી ઓવરમાં અગરવાલ પેટ કમિન્સનો એક ફ્લિક શૉટ ચૂકી ગયો અને પેઇનના ગ્લવ્ઝમાં જતાં પહેલાં બૉલ તેના થાઇ પેડ સાથે અથડાયો હતો. બોલર અને વિકેટકીપર બન્નેએ અપીલ કરી જેના બાદ અમ્પાયરે માથું ધુણાવતાં પેઇને ડીઆરએસ લીધો હતો. ત્યાર પછીની ઘટના ૧૦૩મી ઓવરમાં બની હતી, જે પેટ કમિન્સે જ નાખી હતી. કમિન્સના બૉલ પર નવદીપ સૈની અંદરની બાજુએ આવ્યો હતો. આ વખતે ફૉર્વર્ડ શૉર્ટ લેગ પર મૅથ્યુ વેડ અને પેટ કમિન્સે આઉટની અપીલ કરી હતી. અમ્પાયરે આપેલા નિર્ણય સામે પેઇને ફરી એક વાર રિવ્યુ લીધો હતો અને રિપ્લેમાં બેટ અને બૉલ વચ્ચેનો પ્રકાશ સ્પષ્ટપણે જોવા મળતો હતો. ડીઆરએસ લેવામાં પેઇને કરેલી આ ગફલતના લીધે સોશ્યલ મીડિયામાં તેને ભારે ટ્રોલ કરવામાં આવ્યો હતો. 

sports sports news cricket news test cricket india australia