વડોદરામાં રમાશે ભારત-સાઉથ આફ્રિકા વુમન્સ વચ્ચે 3 વન-ડે

14 April, 2019 04:33 PM IST  | 

વડોદરામાં રમાશે ભારત-સાઉથ આફ્રિકા વુમન્સ વચ્ચે 3 વન-ડે

ભારત અને આફ્રિકાની મહિલા ટીમ વચ્ચે 3 વન-ડે મેચ

ઓક્ટોબરમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વુમન્સ ટીમ વચ્ચે વડોદરામાં 3 વન-ડે રમાશે. ભારત-સાઉથ આફ્રિકા વચ્ચે 3 ડે-નાઈટ મેચોની સિરીઝ રમશે. આ નિર્ણય બરોડા ક્રિકેટ એસોસિયેશન મેનેજીંગ કમિટી દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બરોડા રણજી ટ્રોફી ટીમ દરમિયાન બરોડા રણજી ટ્રોફી ટીમના કોચને ભારતીય મહિલા ટીમના કોચ તરીકે પસંદ કરવામાં આવ્યા છે. આ સિવાય ભારતીય ટીમના સિનિયર સિલેક્ટર્સ ટીમના બે સિલેક્ટર્સને બદલવામાં આવ્યા છે.

ઓક્ટોબરમાં આફ્રિકાની મહિલા ક્રિકેટ ટીમ ગુજરાતનો પ્રવાસ 

BCCIએ સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને મેલ કરીને ભારત અને સાઉથ આફ્રિકા મહિલા ટીમ માટે પ્રસ્તાવ કર્યો હતો. સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડ દ્વારા આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો. આ વર્ષની ઓક્ટોબરમાં ભારત અને સાઉથ આફ્રિકા મહિલા ટીમ વચ્ચે 3 વન-ડે મેચની સિરીઝ રમશે. BCCIએ આ દરખાસ્ત મેલ કરીને સાઉથ આફ્રિકા ક્રિકેટ બોર્ડને કરવામાં આવ્યો હતો.

 

આ પણ વાંચો: WORLD CUP 2019: આવતી કાલે જાહેર થશે ટીમ, સિલેક્ટર્સ પર નજર

 

અતુલ બેદાડેની ભારતીય મહિલા ટીમના નવા કોચ તરીકે પસંદગી

બરોડાના રણજી ટીમના અતુલ બેદાડેને ભારતીય ટીમની મહિલા ટીમના કોચ તરીકે પસંદગી કરવામાં આવી છે. જો કે બરોડા રણજી ટ્રોફી ટીમના નવા કોચ તરીકે જાહેરાત કરવામાં આવી નથી. નવા કોચને લઈને ટૂંકાદ સમયમાં જ આ વિશે માહિતી આપવામાં આવશે. ભારતીય ટીમના ફાસ્ટ બોલર મુનાફ પટેલને ભારતીય મહિલા ટીમના મેન્ટોર તરીકે પસંદ કરવામાં આવી છે

indian womens cricket team