વિમેન્સ T20 વર્લ્ડ કપની ટ્રોફી માટે ભારતીય ટીમે આશા જીવંત રાખી

26 June, 2026 10:33 AM IST  |  Manchester | Gujarati Mid-day Correspondent

કરો યા મરો મૅચમાં બંગલાદેશના ૧૩૮ રનના ટાર્ગેટને ભારતે ૧૬.૫ ઓવરમાં ચેઝ કરીને પાંચ વિકેટે જીત મેળવી

ભારતીય ઓપનર શફાલી વર્માએ ૩૪ બૉલમાં ૫૩ રનની તોફાની ઇનિંગ્સ રમી હતી

ગઈ કાલે મૅન્ચેસ્ટરમાં બંગલાદેશને હરાવીને હરમનપ્રીત કૌર ઍન્ડ કંપનીએ વિમેન્સ T20 વર્લ્ડ કપની સેમી-ફાઇનલની આશા જીવંત રાખી હતી. બંગલાદેશે ૮ વિકેટના નુકસાન સાથે ૧૩૬ રન 
કર્યા હતા. જવાબમાં ભારતે ૧૬.૫ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને ૧૩૯ રન કર્યા હતા.

૨૮ જૂને ભારતની અંતિમ ટક્કર ખતરનાક અજેય ટીમ ઑસ્ટ્રેલિયા સામે છે. ભારતીય ટીમે સેમી-ફાઇનલમાં સરળતાથી એન્ટ્રી મેળવવા માટે કાંગારૂઓને હરાવવા પડશે અને સાથે જ સાઉથ આફ્રિકા પોતાની અંતિમ બન્ને મૅચ હારે એવી આશા રાખવી પડશે. ભારત અને સાઉથ આફ્રિકા પોતાની અંતિમ બન્ને મૅચ જીતશે તો નેટ રનરેટને આધારે સેમી-ફાઇનલિસ્ટ નક્કી થશે.

ભારતે પહેલી પાંચ ઓવરમાં બંગલાદેશના ખેલાડીઓના ચાર સરળ કૅચ છોડ્યા હોવા છતાં તેઓ પડકારજનક સ્કોર સુધી પહોંચી શક્યા નહોતા. ઓપનર જુએરિયા ફિરદોસે ૩૧ બૉલમાં ૩૩ રન અને કૅપ્ટન નિગાર સુલતાનાએ ૨૭ બૉલમાં ૩૨ રન કર્યા હતા. ભારત માટે સ્પિનરો રાધા યાદવે ત્રણ અને શ્રી ચરણીએ બે વિકેટ લીધી હતી.

રન-ચેઝ દરમ્યાન ભારતીય ઓપનર શફાલી વર્માએ ૩૪ બૉલમાં ૮ ફોર અને એક સિક્સની મદદથી ૫૩ રન ઝૂડ્યા હતા. યાસ્તિકા ભાટિયાએ ૧૮ બૉલમાં ૨૩ રન અને જેમિમા રૉડ્રિગ્સે ૧૫ બૉલમાં ૨૬ રનનું યોગદાન આપ્યું હતું. બંગલાદેશની ફાસ્ટ બોલર રીતુ મોનીને સૌથી વધુ બે વિકેટ મળી હતી. 

ગ્રુપ Aમાં કોણ કેટલાં પાણીમાં?

ટીમ

મૅચ

જીત

હાર

પૉઇન્ટ

નેટ રનરેટ

ઑસ્ટ્રેલિયા

+૪.૭૨૪

ભારત

૪ 

૩ 

+૨.૨૬૮

સાઉથ આફ્રિકા

-૦.૫૪૬

બંગલાદેશ

૪ 

-૦.૮૪૯

પાકિસ્તાન

-૨.૮૩૧

નેધરલૅન્ડ્સ

-૩.૩૮૪

 

womens world cup t20 world cup india indian womens cricket team bangladesh international cricket council cricket news sports sports news shafali verma harmanpreet kaur smriti mandhana Jemimah rodrigues shree charani