મૅચવિનર મોઇનના ૨૪માંથી ૧૮ ડૉટ બૉલ

25 October, 2021 03:38 PM IST  |  Dubai | Gujarati Mid-day Correspondent

કૅપ્ટન ઇયોન મૉર્ગનના મતે મોઇનને આઇપીએલના અનુભવનો ઘણો ફાયદો અહીં થઈ રહ્યો છે

મોઇન અલી

ટી૨૦ વર્લ્ડ કપમાં શનિવારે સુપર-12 રાઉન્ડના પહેલા દિવસે ડિફેન્ડિંગ ચૅમ્પિયન વેસ્ટ ઇન્ડીઝ સામે ૫૬ રનના નાના ટાર્ગેટને સંઘર્ષ કરીને મેળવનારી ઇંગ્લૅન્ડની ટીમને સ્પિનરોએ આ વિજય અપાવ્યો હતો અને એમાં આદિલ રાશિદને બે રનમાં ચાર વિકેટ (૨.૨-૦-૨-૪)નો તરખાટ કૅરિબિયનોની હાર માટે મુખ્યત્વે જવાબદાર હતો. જોકે બીજા સ્પિનર મોઇન અલી (૪-૧-૧૭-૨)ને મૅન ઑફ ધ મૅચનો પુરસ્કાર આપવાનું કારણ એ હતું કે તેણે જ શરૂઆતથી કૅરિબિયન બૅટર્સને અંકુશમાં રાખ્યા હતા. તેના ૨૪ બૉલમાંથી ૧૮ ડૉટ બૉલ હતા. તેણે શનિવારે ઓપનર એવિન લુઇસનો કૅચ પણ પકડ્યો હતો. કૅપ્ટન ઇયોન મૉર્ગનના મતે મોઇનને આઇપીએલના અનુભવનો ઘણો ફાયદો અહીં થઈ રહ્યો છે. મોઇને ૧૫ ઑક્ટોબરે આઇપીએલની ફાઇનલમાં ચેન્નઈ વતી અણનમ ૩૭ રન બનાવ્યા હતા.

sports sports news cricket news world t20 t20 world cup west indies england