કોહલી અને સૂર્યકુમાર પર મૂકીશું અંકુશ : સ્ટોક્સ

09 November, 2022 01:10 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના ઑલરાઉન્ડરે કહ્યું, ‘વિરાટ કેટલીક વખત નિષ્ફળ જાય તો તેને આઉટ ઑફ ફૉર્મ ન ગણી શકાય’

બેન સ્ટોક્સ

ભારત વિરુદ્ધ ઇંગ્લૅન્ડ વચ્ચે બીજી સેમી ફાઇનલ પહેલાં બેન સ્ટોક્સે ગઈ કાલે મીડિયા સાથે વાતચીત કરતાં વિરાટ કોહલી અને ​રૅન્કિંગ્સમાં નંબર વન સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી હતી. જોકે સાથોસાથ એવી આશા પણ વ્યક્ત કરી હતી કે તેમના બોલર ભારત સામે રમાનારી ટી૨૦ વર્લ્ડ કપની સેમી ફાઇનલમાં સારા ફૉર્મમાં ચાલી રહેલા સૂર્યકુમાર અને કોહલી પર અંકુશ લગાડવામાં સફળ પણ રહેશે. ઑલરાઉન્ડર બેન સ્ટોક્સ હજી સુધી શાનદાર રમત દેખાડી શક્યો નથી. એવી પરિસ્થિતિમાં ઇંગ્લૅન્ડ ગુરુવારે સેમી ફાઇનલમાં ભારત સામે ટકરાશે તો ઘણી બધી બાબતો પર નજર રહેશે. સ્ટોક્સ પણ ભારત સામે સારું પ્રદર્શન કરવા માટે ઉત્સુક હશે. સૂર્યકુમાર યાદવ વિશે સ્ટોક્સે કહ્યું કે ‘તે એક શાનદાર ખેલાડી છે અને કેટલાક એવા શૉટ્સ ફટકારે છે જેને જોઈને તમે માથું ખંજવાળવા માંડો. તે હાલમાં શાનદાર ફૉર્મમાં છે, પરંતુ આશા છે કે અમે તેના પર અંકુશ લાવી શકીશું, તેને ખૂલીને રમવા નહીં દઈએ.’

કોહલી અને સ્ટોક્સ વચ્ચેની હરીફાઈ તો જગજાહેર છે. સ્ટોક્સે કહ્યું કે ‘વિરાટ સારા પ્રદર્શન બાદ કેટલાક મહિના સુધી સારું રમી શકતો નથી, એથી તેને આઉટ ઑફ ફૉર્મ માની ન શકાય. મારા મતે તેને ક્યારેય આઉટ ઑફ ફૉર્મ ગણી ન શકાય. તેણે ત્રણેય ફૉર્મેટમાં જે રીતે રમત દેખાડી છે એવું કોઈ ન કરી શકે.’ 

ઇંગ્લૅન્ડ પોતાની શ્રેષ્ઠ રમત દેખાડી શક્યું નથી છતાં સેમી ફાઇનલમાં પહોંચ્યું છે. ઇંગ્લૅન્ડને આશા છે કે ભારતની મજબૂત ટીમ સામે આવું નહીં થાય.

sports news sports ben stokes virat kohli t20 world cup cricket news