28 February, 2025 07:00 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
શુભમન ગિલ
વન-ડે ફૉર્મેટની ચૅમ્પિયન્સ ટ્રોફીના રોમાંચ વચ્ચે ICCના વન-ડે રૅન્કિંગમાં કેટલાક મહત્ત્વપૂર્ણ ફેરફાર થયા છે. વાઇસ-કૅપ્ટન શુભમન ગિલે (૮૧૭ રેટિંગ પૉઇન્ટ) બંગલાદેશ સામે સેન્ચુરી ફટકારીને ટૉપ બૅટર તરીકે સ્થાન જાળવી રાખ્યું છે, જ્યારે પાકિસ્તાન સામે યાદગાર સેન્ચુરી ફ્ટકારનાર વિરાટ કોહલી એક સ્થાનના ફાયદા સાથે (૭૪૩ રેટિંગ પૉઇન્ટ) પાંચમા ક્રમે પહોંચ્યો છે. વિકેટકીપર-બૅટર કે. એલ. રાહુલ (૬૨૭ રેટિંગ પૉઇન્ટ) બે પૉઇન્ટના ફાયદા સાથે પંદરમા ક્રમે પહોંચી ગયો છે. રોહિત શર્મા (ત્રીજા ક્રમે) અને શ્રેયસ ઐયરે (નવમા ક્રમે) પણ પોતાનું સ્થાન જાળવી રાખ્યું છે.