T20 World Cup પહેલા બાખડ્યાં આ બે ભારતીય ખેલાડીઓ, ડ્રેસિંગ રુમનો વીડિયો વાયરલ

05 February, 2026 03:53 PM IST  |  Navi Mumbai | Gujarati Mid-day Online Correspondent

ICC Men’s T20 World Cup 2026: સ્ટાર ભારતીય ક્રિકેટર અર્શદીપ સિંહે તિલક વર્મા સાથે કરેલી મજાક ભારે પડી, ભડકી ગયો ભારતીય ક્રિકેટર; ડ્રેસિંસ રુમમાં બન્ને ખેલાડીઓ વચ્ચે થયેલી બબાલના વીડિયો સોશ્યલ મીડિયામાં થયા છે વાયરલ; ઈશાન કિશન પડ્યો વચ્ચે

અર્શદીપ સિંહે તિલક વર્મા સાથે કરેલી મજાક ભારે પડી!

આઇસીસી મેન્સ ટી૨૦ વર્લ્ડ કપ (ICC Men’s T20 World Cup 2026)ને માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે ભારતીય ટીમ (Indian Cricket Team)એ વોર્મ-અપ મેચમાં દક્ષિણ આફ્રિકા (South Africa)ને ૩૦ રનથી હરાવીને આગામી ટી૨૦ વર્લ્ડ કપ ૨૦૨૬ (T20 World Cup 2026) માટે પોતાને મજબૂત દાવેદાર જાહેર કરી છે. ગઈકાલે મેચ જીત્યા પછી, ભારતીય ટીમના ડ્રેસિંગ રૂમનો એક વીડિયો ખુબ વાયરલ થયો છે. જેમાં અર્શદીપ સિંહ (Arshdeep Singh), ઇશાન કિશન (Ishan Kishan), તિલક વર્મા (Tilak Varma) અને અક્ષર પટેલ (Axar Patel) વાત કરતા જોવા મળે છે. જેમાં તિલક અને અર્શદીપ વચ્ચે ઝઘડો થઈ રહ્યો હોય તેવું લાગે છે આ વાયરલ વીડિયો (Viral Video) પછી ફેન્સ ચિંતામાં છે.

ગઈ કાલે નવી મુંબઈ (Navi Mumbai)ના ડી. વાય. પાટીલ સ્ટેડિયમ (DY Patil Stadium)માં ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાયેલી વૉર્મઅપ મૅચમાં ટીમ ઇન્ડિયાએ ૩૦ રનથી દમદાર જીત નોંધાવી હતી. આ દરમિયાન ટીમ ઈન્ડિયાના શક્તિશાળી મિડલ ઓર્ડર બેટ્સમેન તિલક વર્મા અચાનક અર્શદીપ સિંહ પર ગુસ્સે (Tilak Varma gets angry at Arshdeep Singh) થઈ ગયા. અર્શદીપ ભારતીય ડ્રેસિંગ રૂમમાં એક રમતિયાળ વીડિયો ફિલ્માવી રહ્યો હતો. ત્યારબાદ તેણે તિલક વિશે કંઈક એવું કહ્યું, જેનાથી લાંબા સમય પછી ભારતીય ડ્રેસિંગ રૂમમાં પાછા ફરેલા તિલક ગુસ્સે થઈ ગયો. આ વીડિયો હવે સોશિયલ મીડિયા (Social Media) પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

તિલક વર્માની તોફાની બેટિંગ

ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે એક પ્રેક્ટિસ મેચ રમાઈ હતી. ઇનિંગની શરૂઆત કરતા ઈશાન કિશનએ ૨૦ બોલમાં ૫૩ રન બનાવ્યા અને પછી તેને રિટાયર્ડ હર્ટ આપવામાં આવ્યો. ત્યારબાદ તિલક વર્મા બેટિંગમાં પાછો ફર્યો અને ૧૯ બોલમાં ત્રણ ચોગ્ગા અને ત્રણ છગ્ગા ફટકારીને ૪૫ રન બનાવ્યા.

અર્શદીપ સિંહ બનાવતો હતો વીડિયો

આ પછી, અર્શદીપ સિંહ ટીમ ઇન્ડિયાના ડ્રેસિંગ રૂમમાં એક વીડિયો બનાવતો જોવા મળ્યો, જેમાં તેણે તિલક વર્માની મજાક પણ ઉડાવી. જો કે, તિલક અલગ મૂડમાં દેખાતો હતો અને તેણે અર્શદીપને ઠપકો આપ્યો અને રેકોર્ડિંગ બંધ કરવાનું કહ્યું. જો કે, ઈશાન કિશનએ દરમિયાનગીરી કરી અને પરિસ્થિતિ રમતિયાળ મજાકથી આગળ વધી નહીં.

જોકે, વીડિયો વાયરલ થઈ ગયો છે.

શું ખરેખર બન્ને વચ્ચે થયો છે ઝઘડો?

તિલક વર્મા, અર્શદીપ સિંહ અને ઈશાન કિશન વચ્ચે થયેલી વાતચીત એક મજાક હોવાનું વ્યાપકપણે માનવામાં આવે છે. તિલક તાજેતરમાં અર્શદીપના યુટ્યુબ વ્લોગમાં જોવા મળ્યો હતો અને તે ડાબા હાથના ઝડપી બોલર સાથે ગાઢ મિત્રતા શૅર કરે છે.

તિલક વર્મા કરશે T20 World Cup 2026માં કમાલ?

તિલક વર્મા તાજેતરમાં ગંભીર સ્વાસ્થ્ય સમસ્યામાંથી સ્વસ્થ થયા પછી ટીમમાં પાછો ફર્યો છે. તેને ટેસ્ટિક્યુલર ટોર્સન માટે તાત્કાલિક સર્જરી કરાવી હતી, જેના કારણે તે ન્યૂઝીલેન્ડ (New Zealand) સામે ભારતની તાજેતરની T20 શ્રેણીમાં ભાગ લઈ શક્યો ન હતો. સર્જરી પછી આ તેની પહેલી મોટી મેચ હતી, અને તેની વિસ્ફોટક ઇનિંગથી ટીમ મેનેજમેન્ટને રાહત મળી. લાંબા વિરામ પછી મેદાનમાં પાછા ફરતા, તિલક વર્માના બેટિંગ પ્રદર્શનને તેના આત્મવિશ્વાસ અને ફિટનેસનો નોંધપાત્ર સંકેત માનવામાં આવે છે.

તિલક વર્માની કારકિર્દી

હૈદરાબાદ (Hyderabad)ના વતની તિલક વર્માએ હજુ સુધી ભારત માટે ટેસ્ટ ડેબ્યૂ કર્યું નથી. તેણે પાંચ વનડેમાં ૬૮ રન બનાવ્યા છે. જ્યારે ૪૦ ટી20 આંતરરાષ્ટ્રીય મેચોમાં ૧,૧૮૩ રન બનાવ્યા છે.

t20 world cup arshdeep singh tilak varma ishan kishan axar patel indian cricket team team india india cricket news sports sports news navi mumbai dy patil stadium south africa viral videos