ICC એવોર્ડ્સમાં વિરાટ કોહલીનો રાજ, ટેસ્ટ અને વનડેમાં ક્રિકેટર ઑફ ધ યર

22 January, 2019 12:23 PM IST  | 

ICC એવોર્ડ્સમાં વિરાટ કોહલીનો રાજ, ટેસ્ટ અને વનડેમાં ક્રિકેટર ઑફ ધ યર

વિરાટ કોહલી બન્યો ક્રિકેટર ઑફ ધ યર

ICC એવોર્ડ્સ 2018માં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એક વાર પોતાના કામનો ડંકો વગાડ્યો છે. કોહલીએ ત્રણ-ત્રણ એવોર્ડ જીતીને એવોર્ડ્સની હેટ્રિક લગાડી છે. કોહલીને ICC મેન્સ વનડે ક્રિકેટર ઑફ ધ યર, ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરની સાથે સાથે સર ગારફિલ્ડ સોબર્સ ટ્રોફી માટે ICC પુરુષ ક્રિકેટર ઑફ ધ યરથી પણ નવાજવામાં આવશે.

કોહલીએ પહેલી વાર જીત્યા આ એવોર્ડ

વિરાટ કોહલીને પહેલી વાર ICC મેન્સ ટેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર મળ્યું છે. વર્ષ 2018માં કોહલીએ 133.55થી સરેરાશ 1202 રન્સ બનાવ્યા હતા. વર્ષ 2018માં જ વિરાટ કોહલી વનડે ક્રિકેટમાં સૌથી ફાસ્ટ 10 હજાર રન બનાવનાર ખેલાડી પણ બન્યો.

આ પણ વાંચો : કોહલી કરતાં વધુ ખતરનાક છે રોહિત અને ધવન : રૉસ ટેલર

virat kohli international cricket council