જાડેજા-ઐયરની જોડીને તોડવાનો પ્રયાસ કરીશ : જેમિસન

26 November, 2021 01:39 PM IST  |  mumbai | Gujarati Mid-day Correspondent

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર કાઇલ જેમિસને કહ્યું હતું કે વહેલી સવારે નવો બૉલ મળશે એનો વધુમાં વધુ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરીશ.

ન્યુ ઝીલૅન્ડની ટીમ શ્રેયસ ઐયર અને રવીન્દ્ર જાડેજા વચ્ચે થયેલી પાર્ટનરશિપને તોડવાનો પ્રયાસ કરશે

ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલર કાઇલ જેમિસને કહ્યું હતું કે વહેલી સવારે નવો બૉલ મળશે એનો વધુમાં વધુ લાભ ઉઠાવવાનો પ્રયાસ કરીશ. ન્યુ ઝીલૅન્ડની ટીમ શ્રેયસ ઐયર અને રવીન્દ્ર જાડેજા વચ્ચે થયેલી પાર્ટનરશિપને તોડવાનો પ્રયાસ કરશે. બન્ને વચ્ચે પાંચમી વિકેટ માટે ૧૧૩ રનની પાર્ટનરશિપ થઈ હતી, જેને કારણે ભારતે ચાર વિકેટે ૨૫૪ રન કર્યા હતા અને ભારત ખરાબ પરિસ્થિતિમાંથી બહાર આવ્યું હતું. એક સમયે ભારતે ૪૭ રનમાં ૩ 
વિકેટ ગુમાવી હતી. જેમિસને કહ્યું કે અમે સવારે સારી શરૂઆત કરવાનો પ્રયત્ન કરીશું. 
મયંક અગરવાલ, શુભમન ગિલ અને અજિંક્ય રહાણેની વિકેટ જેમિસને લીધી હતી. સેકન્ડ સેશનમાં ભારતે ૧૪૫ રનમાં ચાર વિકેટ ગુમાવી હતી, પરંતુ ઐયર અને જાડેજાએ બાજીને ભારત તરફ વાળી લીધી હતી. એ વાતનો સ્વીકાર ન્યુ ઝીલૅન્ડના ફાસ્ટ બોલરે કર્યો હતો. તેણે કહ્યું હતું કે અમને એવું લાગ્યું હતું કે ભારતનો ધબડકો થશે, પરંતુ એવું ન થયું. શરૂઆતમાં બૉલ સ્વિંગ થતો હતો, પણ પછી ક્યારેક એવું જોવા મળતું હતુ. અનિયમિત ઉછાળ ધરાવતી પિચ પર ભારતે સારું પ્રદર્શન કર્યું. 
વિદેશમાં પોતાની ત્રીજી ટેસ્ટ રમતા જેમિસનને ખબર છે કે ભારતમાં ટેસ્ટ રમવું એ એક અલગ પ્રકારનો પડકાર છે.

sports news cricket news ravindra jadeja shreyas iyer