ક્યારેય વિચાર્યું નહોતું કે ભારતમાં એકસાથે આટલા સારા ફાસ્ટ બોલર હશે: કપિલ દેવ

15 April, 2021 11:53 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પોતાના સમયમાં દિગ્ગજ ફાસ્ટ બોલર રહેલા કપિલ દેવે કહ્યું કે...

કપિલ દેવ

ભારતના પહેલા વર્લ્ડ કપ વિજેતા કૅપ્ટન કપિલ દેવ હાલમાં ભારતીય ટીમમાં ફાસ્ટ બોલરોની બેન્ચ સ્ટ્રેંગ્થથી ઘણા પ્રભાવિત છે. પોતાના સમયમાં દિગ્ગજ ફાસ્ટ બોલર રહેલા કપિલ દેવે કહ્યું હતું કે ‘અમારા સમયમાં ટીમમાં એકસાથે ક્યારેય આટલા ફાસ્ટ બોલરો જોવા મળતા ન હતા. હું ભારતીય ટીમમાં આટલી સંખ્યામાં ઉચ્ચ કક્ષાના ફાસ્ટ બોલરો જોઈને ઘણો પ્રભાવિત છું.’

કપિલ દેવે જસપ્રીત બુમરાહ જેવા અનુભવી અને નવા ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજની વાત કરતાં કહ્યું કે ‘હવે આપણી પાસે ફાસ્ટ બોલરોની સારી બેન્ચ સ્ટ્રેંગ્થ છે. જો ટોચનો બોલર ઉપલબ્ધ નથી તો આપણી પાસે મૅચ જિતાડનાર ઘણા ફાસ્ટ બોલરો છે.’

sports sports news cricket news kapil dev