Hardik Pandya: હવે ટીમમાં સીનિયર પ્લેયર્સનો શું હશે રોલ? કૅપ્ટને આપ્યું નિવેદન

18 November, 2022 07:05 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

વેલિંગ્ટનમાં વરસાદ થયો અને લગભગ બે કલાક મેચ શરૂ થવાની રાહ જોવામાં આવીસ પણ મેચ શરૂ થઈ નહીં અને અંતે રદ કરવી પડી. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેચ બાદ વાત કરી અને કહ્યું કે અમે બધા વર્લ્ડકપની હાર ભુલાવી ચૂક્યા છીએ.

હાર્દિક પાંડ્યા (તસવીર સૌજન્ય મિડ-ડે)

ન્યૂઝીલેન્ડ (New Zealand) વિરુદ્ધ 3 મેચની ટી-20 સીરિઝની શરૂઆત થઈ ગઈ છે અને પહેલી મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ છે. વેલિંગ્ટનમાં વરસાદ થયો અને લગભગ બે કલાક મેચ શરૂ થવાની રાહ જોવામાં આવીસ પણ મેચ શરૂ થઈ નહીં અને અંતે રદ કરવી પડી. કૅપ્ટન હાર્દિક પંડ્યાએ આ મેચ બાદ વાત કરી અને કહ્યું કે અમે બધા વર્લ્ડકપની હાર ભુલાવી ચૂક્યા છીએ.

કૅપ્ટન હાર્દિક પંડ્યાએ કહ્યું કે અમે બધા અહીં રમવા માટે ખૂબ જ ઉત્સાહિત હતા, પણ દુઃખની વાત છે કે મેચ થઈ શકી નહીં. હાર્દિકે કહ્યું કે ખેલાડીઓએ ઘણી આઇપીએલ રમી છે, એવામાં દરેક જણ પ્રેશર હેન્ડલ કરતા જાણે છે. આથી કોઈ મુશ્કેલીની વાત નથી, મેનેજમેન્ટ અને કૅપ્ટનનો જે નિર્ણય હશે તે જમાન્ય રહેશે.

સીનિયર પ્લેયર્સનો શું હશે રોલ?
હાર્દિક પંડ્યાએ આની સાથે જ ભવિષ્ય પર પણ વાત કરી, તેમણે કહ્યું કે યુવાન ખેલાડીઓ પાસે પોતાને સાબિત કરવાની તક છે, આ સીરિઝ નવા ખેલાડીઓનો રોલ નક્કી કરવામાં મદદગાર સાબિત થશે. આ સીરિઝ માટે કૅપ્ટન બનેલા હાર્દિક પંડ્યાએ કહ્યું કે આગળની વસ્તુઓ નક્કી થશે, જો જરૂર પડી તો મારું અને અન્ય સીનિયર પ્લેયરના રોલ પણ બીજા હોઈ શકે છે અને અમે તેને નિભાવવા માટે તૈયાર રહેશું.

નોંધનીય છે કે ટી-20 વર્લ્ડ કપમાં હારી ગયા બાદ ટીમ ઇન્ડિયામાં સીનિયર પ્લેયર્સના રોલ અને જગ્યા પર પ્રશ્નો ઊભા થયા. સાથે જ માગ મૂકવામાં આવી કે રોહિત શર્મા, વિરાટ કોહલી, કેએલ રાહુલ જેવા પ્લેયર્સે કાં તો રમવાની રીત બદલવી જોઈએ અથવા ટી-20માંથી સંન્યાસ લઈ લેવો જોઈએ. આ ચર્ચા વચ્ચે હાર્દિક પંડ્યાને ટી-20ના કૅપ્ટન બનાવવાની પણ માગ થઈ રહી છે.

આ પણ વાંચો : વર્લ્ડ કપના બે નિષ્ફળ સેમી ફાઇનલિસ્ટો વચ્ચે આજે ટક્કર

હાર્દિક પંડ્યાએ અહીં ઑસ્ટ્રેલિયામાં થયેલ ટી-20 વર્લ્ડ કપ 2022માં મળેલી હાર પર પણ વાત કરી. હાર્દિકે જણાવ્યું કે હવે અમે તેને પાછળ છોડી ચૂક્યા છીએ, અમને આનું દુઃખ હંમેશાં રહેશે પણ અમે પાછાં જઈને વસ્તુઓને બદલી નહીં શકીએ. હવે અમારું ફોકસ ભવિષ્ય પર છે. જણાવવાનું કે આગામી ટી-20 વર્લ્ડ કપ 2024માં થવાનું છે, જ્યારે તે પહેલા 2023માં વનડે વર્લ્ડ કપ થવાનું છે.

sports news sports cricket news hardik pandya