ટ્રોલિંગ વચ્ચે હૈદરાબાદી ફૅને વધાર્યું હાર્દિક પંડ્યાનું માન

28 March, 2024 08:41 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ફૅનના આ પ્રેમને કારણે ટ્રોલિંગ વચ્ચે હાર્દિક પંડ્યાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

હાર્દિક પંડયા ફેન સાથે

હિટમૅન રોહિત શર્માના સ્થાને મુંબઈ ઇન્ડિયન્સનો કૅપ્ટન બનેલો સ્ટાર ઑલરાઉન્ડર હાર્દિક પંડ્યા હાલમાં ટ્રોલ થઈ રહ્યો છે. પ્રથમ મૅચમાં કેટલાક ખોટા નિર્ણય અને રોહિત શર્માને ફીલ્ડિંગ દરમ્યાન દોડાવવાને કારણે સોશ્યલ મીડિયા પર હાર્દિક પંડ્યા પર હેટ-કમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. આ બધા વચ્ચે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ જ્યારે ગઈ કાલની મૅચ રમવા હૈદરાબાદ પહોંચી ત્યારે હાર્દિક પંડ્યાના ફૅન્સની આંખોને ઠંડક આપે એવું દૃશ્ય જોવા મળ્યું હતું. ૩૦ વર્ષના હાર્દિક પંડ્યાના એક હૈદરાબાદી ફૅનનો વિડિયો સોશ્યલ મીડિયા પર વાઇરલ થયો છે. તેણે પોતાના હાથ પર સ્ટાર ઑલરાઉન્ડરનું ટૅટૂ ચીતરાવ્યું છે અને તે હાર્દિક પંડ્યાને પગે લાગે છે. ફૅનના આ પ્રેમને કારણે ટ્રોલિંગ વચ્ચે હાર્દિક પંડ્યાના ચહેરા પર ખુશી જોવા મળી હતી.

cricket news sports hardik pandya IPL 2024 mumbai indians sports news