હાર્દિક પંડ્યાએ ગાયું આ ફેમસ ગીત, જુઓ વીડિયો

11 August, 2019 02:36 PM IST  | 

હાર્દિક પંડ્યાએ ગાયું આ ફેમસ ગીત, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટના ઓલરાઉન્ડર પ્લેયર હાર્દિક પંડ્યા કોઈ પણ બાબતે લાઈમ લાઈટમાં રહેતા હોય છે. હાલ એક વીડિયોના કારણે તેમણે લોકોનું ધ્યાન પોતાના તરફ આકર્ષ્યું છે. વીડિયોમાં હાર્દિક પંડ્યા ભાઈ કૃણાલ પંડ્યા સાથે ગીત ગાઈ રહ્યાં છે. હાર્દિક અને કૃણાલ પંડ્યા ધનુષના ગીત why this kolaveri di ગાઈ રહ્યાં છે. જો કે આ પહેલી વાર નથી જ્યારે ધનુષના ગીતની મજા હાર્દિક પંડ્યા માણી રહ્યા હોય આ પહેલા પણ ધનુષના ગીતો પર હાર્દિક પંડ્યા નાચતા જોવા મળ્યો છે.

હાર્દિક પંડ્યાને વેસ્ટ ઈન્ડિઝ સિરીઝમાંથી બહાર રાખવામાં આવ્યો છે. હાર્દિક પંડ્યા તેમના મિત્રો અને પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. હાર્દિક પંડ્યાએ હાલમાં એક હાઉસ પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં મિત્રો અને ભાઈ સાથે મોજ માણી રહ્યોં છે. હાર્દિક પંડ્યા સાથે કૃણાલ પંડ્યા પણ સૂર મિલાવી રહ્યાં છે.

આ પણ વાંચો: જોઈ લો ધોનીની નવી કાર

મયૂર મહેતાએ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો હતો અને ત્યારબાદ હાર્દિક પંડ્યાએ તેની ઈન્સ્ટા સ્ટોરીમાં શૅર કર્યો હતો. વીડિયોમાં હાર્દિક પંડ્યા અને કૃણાલ શોર્ટ્સ અને ટી-શર્ટમાં ફૂલ મસ્તીના મૂડમાં જોવા મળી રહ્યાં છે. આ પહેલીવાર નથી જ્યારે હાર્દિક પંડ્યા મસ્તી કરતા જોવા મળ્યાં હોય. હાર્દિક પંડયા તેના ખુશમિજાજી બિન્દાસ અંદાજના કારણે જ જાણીતા છે. માનવામાં આવે છે કે, ધનુષે why this kolaveri di માત્ર 10 મિનિટમાં લખ્યું હતું અને અનિરૂદ્ધે કમ્પોઝ કર્યું હતું જેમણે આ ગીત સાથે ડેબ્યૂ કર્યું.

sports news cricket news hardik pandya gujarati mid-day