સરકારે ખેલરત્ન માટે હરભજન અને અર્જુન માટે દુતી ચંદનું નામ ફગાવ્યું

28 July, 2019 04:35 PM IST  |  Mumbai

સરકારે ખેલરત્ન માટે હરભજન અને અર્જુન માટે દુતી ચંદનું નામ ફગાવ્યું

દુતિ ચંદ અને હરભજન સિંહ

Mumbai : રમત જગતમાં એક ખરાબ સમાચાર આવી રહ્યા છે. ભારતીય રમત મંત્રાલયે ખેલ રત્ન એવોર્ડ માટે હરભજન સિંહ અને અર્જુન એવોર્ડ માટે દુતી ચંદનું નામ નકારી દીધું છે. ઉલ્લેખનીય છે કે આ બંને ખેલાડીઓના નામની ભલામણ રાજ્ય સરકાર દ્વારા રજુ કરવામાં આવી હતી. નક્કી કરેલી તારીખ સુધીમાં દુતીના અવોર્ડ રેન્કિંગ અનુસાર ક્રમમાં ન હતા. મંત્રાલયે એથલેટિક્સ ફેડરેશન ઓફ ઈન્ડિયાથી અવોર્ડ (મેડલ્સ)ને રેન્કિંગ અનુસાર કરવા કહ્યું હતું. દુતી ચંદ તેમાં પાંચમા ક્રમે હતી. તેથી તેનું નામ ફગાવી દેવામાં આવ્યું છે. તે ઉપરાંત બંને ખેલાડીઓના નામ મોકલવામાં પણ રાજ્ય સરકારે મોડું કર્યું હતું.


મળી રહેલી માહિતી પ્રમાણે દુતી ચંદ પોતાના નોમીનેશન રદ્દ થયા બાદ મુખ્યમંત્રી નવીન પટનાયક સાથે મુલાકાત કરી હતી. દુતી ચંદે પટનાયકને વર્લ્ડ યૂનિવર્સિટી ગેમ્સમાં જીતેલા ગોલ્ડ મેડલને દર્શાવ્યો હતો અને અર્જુન અવોર્ડ માટે ફરીથી ફાઈલ મોકલવાનો આગ્રહ કર્યો હતો. દુતીએ કહ્યું, મુખ્યમંત્રીએ મારી ફાઈલ ફરી મોકલવાનું આશ્વાસન આપ્યું છે. તે માટે તેમણે મને ચિંતા ન કરવા કહ્યું છે.

આ પણ જુઓ : ક્રિકેટની ફૅન રાતોરાત બની ગઈ હતી ફૅમસ, જાણો કોણ છે?

દુતીએ કહ્યું- દેશ માટે બીજા મેડલ્સ જીતીશ
દુતીના જણાવ્યા પ્રમાણે, 2013થી મારુ પર્ફોમન્સ સારુ રહ્યું છે. મેં જકાર્તામાં બે મેડલ્સ જીત્યા. ત્યારપછી હવે વર્લ્ડ યુનિવર્સિટી ગેમ્સમાં પણ મેડલ જીત્યો. ભવિષ્યમાં હું દેશ માટે વધારે મેડલ્સ જીતીશ. દુતીએ એશિયન જૂનિયર એથલેટિક્સ ચેમ્પિયનશિપ 2014માં બે ગોલ્ડ મેડલ જીત્યા છે. એશિયન ચેમ્પિયનશિપમાં તેના નામે ચાર કાંસ્ય પદક છે. ગયા વર્ષે દુતીએ એશિયન ગેમ્સમાં બે સિલ્વસ મેડલ જીત્યા છે.


દુતીના નામે 100 મીટર રેસમાં રાષ્ટ્રીય રેકોર્ડ

દુતીએ કહ્યું, અર્જુન અવોર્ડની ઓફિશિયલ જાહેર સુધીમાં નામ મોકલી શકાય છે. મને માહિતી મળી કે લોકસભા, વિધાનસભા ચૂંટણી અને ફાની ચક્રવાતના કારણે નામ મોકલવામાં થોડું મોડું થયું છે. દુતીએ નેપોલીમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ગેમ્સમાં 100 મીટર રેસમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. તેણે માત્ર 11.32 સેકન્ડમાં આ મેડલ પોતાના નામે કરી લીધો હતો. તેના નામે 100 મીટરમાં રાષ્ટ્રીય રેકોર્ડ 11.24 સેકન્ડનો પણ છે.

આ પણ જુઓ : રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

હરભજને આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 707 વિકેટ જીતી છે
બીજી બાજુ હરભજને ભારતીય ક્રિકેટ ટીમ માટે 103 ટેસ્ટ, 236 વન ડે અને 28 ટી-20 રમી છે. તેણે ટેસ્ટમાં 2224 રન બનાવ્યા અને 417 વિકેટ પણ લીધી. વનડેમાં તેના નામે 1237 રન છે. હરભજને આ ફોર્મેટમાં 269 વિકેટ લીધી છે. ટી-20માં તેણે 21 વિકેટ લીધી છે.

રવિન્દ્ર જાડેજાઃ 'સર'નો આવો છે રજવાડી અંદાજ

 
cricket news sports news harbhajan singh