Happy Birthday Dhoni: આ રીતે મનાવ્યો બર્થ-ડે, જુઓ વીડિયો

07 July, 2019 01:31 PM IST  | 

Happy Birthday Dhoni: આ રીતે મનાવ્યો બર્થ-ડે, જુઓ વીડિયો

આ રીતે મનાવ્યો બર્થ-ડે, જુઓ વીડિયો

ભારતીય ક્રિકેટના સુપરસ્ટાર મહેન્દ્ર સિંહ ધોની આજે 38 વર્ષના થઈ ગયા છે. આ મોકા પર ભારતીય ટીમના ક્રિકેટરો સાથે મસ્તી કરી હતી અને જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી. આ દરમિયાન કિકેટર્સએ સોશિયલ મીડિયા પર ધોની સાથેની પળોને યાદ કરી હતી. બર્થ-ડે પર ધોનીનો કેક કાપતો વીડિયો વાયરલ થયો હતો.

ભારતીય ટીમના પ્લેયર રિષભ પંતે એક GIF ઈમેજ શેર કરી હતી અને ધોનીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. વીડિયોમાં ધોનીના મોઢા પર કેક દેખાઈ રહી છે. રિષભ પંત અને ધોનીએ ડાન્સ પણ કર્યો હતો. આ સિવાય ક્રિકેટર આર.પી. સિંહે પણ સોશિયલ મીડિયા પર પોસ્ટ લખીને ધોનીને યાદ કર્યો હતો. આર.પી. સિંહે ભારતીય ક્રિકેટમાં ધોનીના યોગદાન માટે તેમને શુભેચ્છા પાઠવી હતી.પૂર્વ વિસ્ફોટક પ્લેયર વિરેન્દ્ર સિંહે પણ ધોનીને શુભેચ્છા પાઠવી.

ઈંગ્લેન્ડના વિકેટકિપર જૉસ બટલરે કહ્યું હતું કે, મહેન્દ્ર સિંહ ધોનીને શાંત અને કૂલ વિકેટકિપર અને કેપ્ટન છે. ધોની જેટલો શાંત અને ધૈર્યવાળો પ્લેયર આજ સુધી જોયો નથી. વિકેટની પાછળ ધોની દરેક બોલ અને આગળ બેટ્સમેન તરીકે પોતાની પર કંટ્રોલ છે. બટલરે કહ્યું હતું કે,તે ધોનીનો મોટો ફેન છે. ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ કહ્યું હતું કે ધોની જાણે છે કે તેમને શું કરવું અને શું કરી રહ્યા છે. ધોનીએ ઘણી મેચ ભારતને જીતાડી છે અને તે એક લિજેન્ડ છે. ધોનીએ હમેશા મને ગાઈડ કર્યો છે.

mahendra singh dhoni ms dhoni gujarati mid-day