પિચ સારી હતી, પરંતુ બૅટ્સમેનની ભૂલને કારણે આઉટ થયા : હનુમા વિહારી

01 March, 2020 01:23 PM IST  |  Christchurch

પિચ સારી હતી, પરંતુ બૅટ્સમેનની ભૂલને કારણે આઉટ થયા : હનુમા વિહારી

હનુમા વિહારી

હનુમા વિહારીનું કહેવું છે કે પિચને કારણે નહીં, પરંતુ બૅટ્સમેનની એરરને કારણે પર્ફોર્મન્સ ખરાબ રહ્યું છે. ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી ટેસ્ટ મૅચની પહેલી ઇનિંગમાં ઇન્ડિયા ફક્ત ૨૪૨ રન કરી શકી. આ ઇનિંગમાં સૌથી વધુ ૫૫ રન હનુમા વિહારીએ કર્યા હતા. આ વિશે વાત કરતાં વિહારીએ કહ્યું હતું કે ‘એ સાચી વાત છે કે અમે જે આશા રાખી હતી એ મુજબ પિચનો ઉપયોગ ન કરી શક્યા. તેમણે સારી બોલિંગ કરી હતી અને તેમને ખબર હતી કે આ પિચ પરથી શું આશા રાખી શકાય. પૃથ્વી શૉએ સારી બૅટિંગ કરી હતી. ચેતેશ્વર પુજારાએ સારો ટાઇમ પસાર કર્યો હતો. દરેક વિકેટ ખોટા સમયે પડી હતી. પિચને કારણે એક પણ વિકેટ નહોતી પડી. મોટા ભાગે બૅટ્સમેનની ભૂલને કારણે વિકેટ પડી હતી. પિચ તો સારી હતી.’

virat kohli cheteshwar pujara mayank agarwal prithvi shaw india new zealand cricket news sports news