આ ગુજરાતી ક્રિકેટરને મળ્યો 'બેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર'નો ખિતાબ...

26 October, 2019 09:31 AM IST  |  મુંબઈ

આ ગુજરાતી ક્રિકેટરને મળ્યો 'બેસ્ટ ક્રિકેટર ઑફ ધ યર'નો ખિતાબ...

જસપ્રીત બુમરાહ અને સ્મૃતિ મંધાના

ભારતીય ટીમના ફાસ્ટ બૉલર જસપ્રીત બુમરાહ માટે આ વર્ષ ઘણું સારું રહ્યું. જસપ્રીત બુમરાહ ICCની વનડે રેન્કિંગમાં નંબર વન છે. આ વર્ષે તેમની IPL ટીમ મુંબઈ ઈન્ડિયન્સે ટ્રૉફી પણ જીતી હતી. આ સિવાય ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રમવામાં આવેલા વર્લ્ડ કપમાં પણ તેનું શાનદાર પ્રદર્શન હતું.

ટેસ્ટ ક્રિકેટમાં પણ જસપ્રીત બુમરાહ છાપ છોડવામાં સફળ રહ્યા છે, પરંતુ ઈજાના કારણે તેઓ કેટલાક મહિના માટે ટીમમાંથી બહાર થઈ ગયા છે. જો રે, આ વચ્ચે જસપ્રીત બુમરાહ માટે મોટી ખુશખબર સામે આવી છે. હાલમાં જ બુમરાહને બેસ્ટ ક્રિકેટર ઑફ ધ યરનો ખિતાબ મળ્યો છે. ભારતીય મહિલા ટીમની બેટ્સમેન સ્મૃતિ મંધાનાને પણ આ ખિતાબથી સન્માનિત કરવામાં આવ્યા છે.

આ ખેલાડીઓએ પણ જીત્યો ખિતાબ
જસપ્રીત બુમરાહની સાથે સાથે ભારતીય મહિલા ક્રિકેટ ટીમની બેટ્સમેન સ્મૃતિ મંધાના વિઝડન ઈન્ડિયા અલમાનેક વર્ષના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર જીતવામાં સફળ થયા છે. એશિયાથી પાકિસ્તાનની ટીમના ઓપનિંગ બેટ્સમેન ફખર જમાં, શ્રીલંકા ટીમના કેપ્ટન દિમુથ કરણારત્ને અને અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને પણ આ પુરસ્કાર આ વર્ષે પોતાના નામે કર્યો છે.

દર વર્ષે ક્રિકેટ પુરસ્કારોના સાતમા સત્રમાં ટેસ્ટ ટીમના ઓપનિંગ બેટ્સમેન મયંત અગ્રવાલનું નામ પણ સામેલ છે. સ્મૃતિ મંધાના વર્ષની સર્વશ્રેષ્ઠ ક્રિકેટરનો પુરસ્કાર જીતનારી ત્રીજી ભારતીય મહિલા ખેલાડી છે. તેમની પહેલા કેપ્ટન મિતાલી રાજ અને બૉલર દિપ્તી શર્મા આ પુરસ્કાર પોતાના નામે કરી ચુકી છે.

આ પણ જુઓઃ 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

આ સિવાય પૂર્વ ભારતીય ખેલાડી ગુંડપ્પા વિશ્વનાથ અને લાલા અમરનાથને વિઝડન ઈન્ડિયા હૉલ ઑફ ફેમમાં સામેલ કરવામાં આવ્યા. પહેલી ભારતીય ટીમના ઈતિહાસની ગવાહી આપતી બુક ક્રિકેટ કંટ્રીને વિઝડન ઈન્ડિયા વર્ષની સર્વશ્રેષ્ઠ કિતાબ તરીકે પસંદ કરવામાં આવી છે.

jasprit bumrah sports news