ભારત બબલ્સથી નહીં પણ ગાબામાં અમારા રેકોર્ડથી ડરે છે

05 January, 2021 03:39 PM IST  |  Sydney | Gujarati Mid-day Correspondent

ભારત બબલ્સથી નહીં પણ ગાબામાં અમારા રેકોર્ડથી ડરે છે

બ્રૅડ હૅડિન

ઑસ્ટ્રેલિયાના ભૂતપૂવ વિકેટકીપર-બૅટ્સમૅન બ્રૅડ હૅડિને દાવો કર્યો છે કે ભારત ચોથી ટેસ્ટ ગાબામાં રમવાનની એટલા માટે ના પાડે છે, કેમ કે ત્યાં તેમનો રેકૉર્ડ શાનદાર છે. સિરીઝની ગુરુવારથી શરૂ થતી ત્રીજી ટેસ્ટ બાદ ૧૪ જાન્યુઆરીથી ચોથી અને છેલ્લી ટેસ્ટ બ્રિસ્બેનના ગાબા તરીકે ઓળખાતા મેદાનમાં રમાવાની છે. બ્રિસ્બેનમાં કડક ક્વૉરન્ટીનના નિયમોને લીધે ચોથી ટેસ્ટનું સ્થળ બદલવાની ભારતીય ટીમે માગણી કરી છે એવા અહેવાલ વિશે પ્રતિક્રિયા આપતાં હૅડિને કહ્યું કે ક્રિકેટના દૃષ્ટિકોણથી જોઈએ તો ભારત ગાબામાં રમવા શા માટે જાય? ગાબામાં ઑસ્ટ્રેલિયા સામે કોઈ જીતી નથી શક્યું. ઑસ્ટ્રેલિયા ટીમનો ત્યાં રેકૉર્ડ શાનદાર છે અને ત્યાં તેમના સિવાય કોઈ ભાગ્યે જ જીતી શક્યું છે, પણ તમે આ ટેસ્ટનું સ્થળ બદલાવી ન શકો. ભારતીય ટીમ ઑસ્ટ્રેલિયા આવી ત્યારે તેમનાં આ બધાં જ બંધનો વિશે ખબર હતી. અમે સમજીએ છીએ કે તેઓ આઇપીએલ અને હવે ઑસ્ટ્રેલિયન સિરીઝ એમ લાંબા સમયથી બબલના બંધનમાં છે, પણ જોવા જઈએ તો અમારા પણ ઘણા ખેલાડઓ ભારતની જેમ આઇપીએલમાંથી સીધા આ સિરીઝમાં બબલમાં રમી રહ્યા છે.’

sports sports news cricket news india australia