21 October, 2025 08:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્લેયર
વિમેન્સ વન-ડે વર્લ્ડ કપ 2025માં રવિવાર સુધીમાં રાઉન્ડ રૉબિન તબક્કામાં વીસ મૅચ પૂર્ણ થઈ. દરેક ટીમ પાંચ-પાંચ મૅચ રમી છે જેમાંથી ઑસ્ટ્રેલિયા, ઇંગ્લૅન્ડ અને સાઉથ આફ્રિકાએ સેમી ફાઇનલમાં એન્ટ્રી મારી છે. હવે ટૉપ ફોરના અંતિમ સ્થાન એટલે કે સેમી ફાઇનલના એક સ્પૉટ માટેની રેસમાં ભારત, ન્યુ ઝીલૅન્ડ, બંગલાદેશ, શ્રીલંકા અને પાકિસ્તાન છે. રવિવાર સુધીમાં ભારત અને ન્યુ ઝીલૅન્ડ ચાર-ચાર પૉઇન્ટ સાથે અંતિમ સ્થાન માટે મુખ્ય દાવેદાર છે. દરેક ટીમની અંતિમ બે મૅચના રિઝલ્ટથી છેલ્લી સેમી ફાઇનલિસ્ટ ટીમ નક્કી થશે. આ દરમ્યાન વરસાદને કારણે સેમી ફાઇનલનાં સમીકરણ બગડી પણ શકે છે.
ટીમ ઇન્ડિયાની સેમી ફાઇનલનાં સમીકરણ હરમનપ્રીત કૌર ઍન્ડ કંપની હાલમાં +૦.૫૨૬નો નેટ રન-રેટ ધરાવે છે, જ્યારે રેસમાં બચેલી બાકીની ટીમોનો નેટ રન-રેટ માઇનસમાં છે. ભારત પોતાની ન્યુ ઝીલૅન્ડ અને બંગલાદેશ સામેની મૅચ જીતીને સેમી ફાઇનલનું સ્થાન પાકું કરી લેશે.
જો તેઓ ન્યુ ઝીલૅન્ડ (૨૩ ઑક્ટોબર) સામે જીતે અને બંગલાદેશ (૨૬ ઑક્ટોબર) સામે હારી જાય તો પણ છ પૉઇન્ટ અને બંગલાદેશ કરતાં સારો નેટ રન-રેટ જાળવીને ભારત આગળ વધી શકશે.
ભારત ન્યુ ઝીલૅન્ડ સામે હારે અને બંગલાદેશ સામે જીતી જાય તો ઇંગ્લૅન્ડ પોતાની અંતિમ મૅચમાં ન્યુ ઝીલૅન્ડને હરાવે એવી આશા રાખવી પડશે. તો જ ભારત સારી નેટ રન-રેટનો ફાયદો ઉઠાવી સેમી ફાઇનલ રમી શકશે.