વૉટલિંગની સેન્ચુરીએ બચાવી કિવીઓની લાજ

24 November, 2019 01:29 PM IST  |  Mumbai Desk

વૉટલિંગની સેન્ચુરીએ બચાવી કિવીઓની લાજ

ઇંગ્લૅન્ડ અને ન્યુ ઝીલૅન્ડ વચ્ચે રમાઈ રહેલી પહેલી ટેસ્ટ મૅચના ત્રીજા દિવસનો ખેલ સમાપ્ત થતાં પહેલાં કિવીઓએ છ વિકેટ ગુમાવીને ૩૯૪ રન બનાવી લીધા હતા. વિકેટકીપર બ્રેડલી-જૉન વૉટલિંગે રમેલી નાબાદ ૧૧૯ રનની પાર્ટનરશિપને કારણે ન્યુ ઝીલૅન્ડ ઇંગ્લૅન્ડે આપેલા લક્ષ્યને પ્રાપ્ત કરી શકી હતી અને ૪૧ રનની લીડ બનાવી ચૂકી હતી. 

કોલિન ડી ગ્રૅન્ડહોમ સાત બાઉન્ડરી અને એક સિક્સરની મદદથી ૬૫ રન કરીને આઉટ થયો હતો. ઇંગ્લૅન્ડના સૅમ કરેન અને બેન સ્ટોક્સ ૨-૨ વિકેટ લેવામાં સફળ થયા હતા, જ્યારે જેક લિચ અને જો રૂટને ૧-૧ વિકેટ મળી હતી. ત્રીજા દિવસના અંતે વૉટલિંગ અને મિચલ સ્ટેનર અનુક્રમે ૧૧૯ અને ૩૧ રન બનાવીને ક્રિસ પર જામેલા છે. આજે ચોથા દિવસે ન્યુ ઝીલૅન્ડની ટીમ શક્ય એટલા વધારે રનની લીડ લઈને ઇંગ્લૅન્ડ સામે મોટો સ્કોર બનાવવાનો પ્રયાસ કરશે, જ્યારે ઇંગ્લૅન્ડ હરીફ ટીમને વહેલી આઉટ કરી મૅચ જીતવાના મૂડમાં હશે.

આ પણ વાંચો : PHOTOS: જુઓ દુલ્હનના અવતારમાં મોનાલિસા ઉડાવી રહી છે ચાહકોના હોશ

new zealand england sports news sports cricket news