કૅપ્ટન સૂર્યાએ T20 ઇન્ટરનૅશનલમાં ફાસ્ટેસ્ટ ૩૦૦૦ રન કરવાની સાથે વિરાટ કોહલીનો રેકૉર્ડ પણ તોડ્યો

02 February, 2026 11:27 AM IST  |  Visakhapatnam | Gujarati Mid-day Correspondent

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ સૂર્યા આ ફૉર્મેટમાં ભારત માટે ૩૦૦૦ રન કરનાર ત્રીજો પ્લેયર બન્યો હતો

કૅપ્ટન સૂર્યાએ પાંચમી T20 મૅચ બાદ વર્લ્ડ કપ ટ્રોફી પકડીને કહ્યું હતું, અમે આ ટ્રોફી જીતીશું

ભારતીય T20 ટીમના કૅપ્ટન સૂર્યકુમાર યાદવે વર્લ્ડ કપ પહેલાં શાનદાર ફૉર્મ પાછું મેળવી લીધું છે. તે પાંચ મૅચમાં ૩ ફિફ્ટીની મદદથી ૨૪૨ રન કરીને સિરીઝનો હાઇએસ્ટ રન સ્કોરર બન્યો હતો. ન્યુ ઝીલૅન્ડ સામે કોઈ પણ પ્લેયર દ્વારા એક T20 સિરીઝમાં ફટકારવામાં આવેલા આ સૌથી વધુ રનનો રેકૉર્ડ હતો. પ્લેયર ઑફ સિરીઝ અવૉર્ડ જીતેલા સૂર્યાએ ભારતીય કૅપ્ટન તરીકે એક T20 સિરીઝમાં સૌથી વધુ રન કરવાનો રેકૉર્ડ બનાવ્યો છે. અગાઉ વિરાટ કોહલીએ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝમાં કૅપ્ટન તરીકે સૌથી વધુ ૨૩૧ રન કર્યા હતા.

રોહિત શર્મા અને વિરાટ કોહલી બાદ સૂર્યા આ ફૉર્મેટમાં ભારત માટે ૩૦૦૦ રન કરનાર ત્રીજો પ્લેયર બન્યો હતો. તેણે T20 ઇન્ટરનૅશનલમાં ૧૮૨૨ બૉલમાં ફાસ્ટેસ્ટ ૩૦૦૦ રન પૂરા કર્યા હતા. યુનાઇટેડ આરબ એમિરેટ્સ (UAE)ના મોહમ્મદ વસીમનો ૧૯૪૭ બૉલનો રેકૉર્ડ તૂટ્યો હતો.

4

સૌથી વધુ આટલી વખત T20 ઇન્ટરનૅશનલમાં ૨૫૦+ રનનો સ્કોર કરનારી ટીમ બની ભારત. 

suryakumar yadav t20 international t20 world t20 wt20 t20 world cup indian cricket team team india cricket news sports sports news rohit sharma virat kohli