IPL 2021: દિલ્હી કેપિટલ્સને લાગ્યો મોટો ઝટકો, આ ખેલાડી કોરોના પૉઝિટિવ

14 April, 2021 04:57 PM IST  |  Mumbai | Gujarati Mid-day Online Correspondent

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલની 14માં સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો લાગ્યો છે. ઝડપી બોલર Anrich Nortjeનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ આવ્યો છે.

દિલ્હી કેપિટલ્સની ટીમ

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે આઈપીએલની 14માં સીઝન પહેલા દિલ્હી કેપિટલ્સને મોટો ઝટકો ઑલરાઉન્ડ અક્ષર પટેલના રૂપમાં લાગ્યો હતો. અક્ષર પટેલ કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યા હતા અને તેઓ ટીમના માટે પહેલી મૅચ રમી શક્યા નહોતા. બીજા મુકાબલામાં પણ તેઓ રમી શકસે કે નહીં તે અંગે શંકા છે. આ દરમિયાન દિલ્હીની ટીમને વધુ એક મોટો ઝટકો ઝડપી બોલર Anrich Nortjeના રૂપમાં લાગ્યો છે. Anrich Nortje પણ કોરોના વાઈરસની ચપેટમાં આવી ગયા છે. તેમનો રિપોર્ટ પણ પૉઝિટિવ આવ્યો છે.

ઝડપી બોલર Anrich Nortjeનો કોરોના વાઈરસ રિપોર્ટ પૉઝિટિવ આવવો એ દિલ્હી કેપિટલ્સ માટે આ સમયે મોટો ઝટકો છે, કારણે તેઓ ટીમના પ્રમુખ ખેલાડીઓમાંથી એક છે. Anrich Nortjeથી સંબંધિત જાણકારી વિશે એએનઆઈ સાથે વાત કરતા એક સૂત્રે જણાવ્યું કે, `તેઓ નેગેટિવ રિપોર્ટ સાથે આવ્યા હતા, પરંતુ કમનસીબે તેમનો કોરોના વાઈરસ પૉઝિટિવ આવ્યો હતો અને હવે તેઓ ક્વૉરન્ટીનમાં જ રહેવાના છે. `

BCCIના SOP અનુસાર એક ખેલાડી અને સપોર્ટ સ્ટાફ, જે Covid-19 ટેસ્ટમાં પૉઝિટિવ મળી આવ્યા છે, તેમના લક્ષણોના પ્રથમ દિવસથી અથવા નમૂનાના સંગ્રહની તારીખથી ઓછામાં ઓછા 10 દિવસ માટે બાયો-સેફ વાતાવરણની બહાર એક નિયુક્ત ક્ષેત્રમાં અલગ રાખવામાં આવશે. એના બાદ જ આ ખેલાડીને ફરીથી બાયો-બબલમાં પ્રવેશ મળશે, જ્યારે RT-PCR રિપોર્ટ નેગેટિવ આવશે. 

Anrich Nortje છેલ્લે પાકિસ્તાન સામેની વન-ડે સીરીઝમાં જોવા મળ્યો હતો. ઝડપી બોલરે બાબર આઝમના આગેવાની હેઠળની ટીમ સામે પ્રથમ બે વન-ડે મૅચ રમ્યો હતો અને ત્યાર બાદ તે આઈપીએલમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા, જ્યાં તેઓ ક્વૉરન્ટીનમાં હતા. મુંબઈમાં ઉતર્યા બાદ Anrich Nortje સાત દિવસના ફરજિયાત ક્વૉરન્ટીનમાંથી પસાર થઈ રહ્યો હતો અને તે દરમિયાન તેઓ કોરોના વાઈરસથી સંક્રમિત મળી આવ્યા હતા. જણાવી દઈએ કે દિલ્હી કેપિટલ્સના નિયમિત કેપ્ટન શ્રેયસ ઐય્યર પણ ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર છે. એવામાં ટીમને બીજો ઝટકો લાગવો હેરાનીની વાત છે. 

ipl 2020 indian premier league delhi capitals cricket news sports news