27 May, 2025 10:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાફ ડુ પ્લેસી, પ્રીતિ ઝિન્ટા
શનિવારની મૅચ બાદ દિલ્હી કૅપિટલ્સના સ્ટાર બૅટ્સમૅન ફાફ ડુ પ્લેસી અને પંજાબ કિંગ્સની ઓનર પ્રીતિ ઝિન્ટાનો એક ફોટો વાઇરલ થયો હતો. જયપુરના જોરદાર પવન વચ્ચે વાતચીત કરતાં આ બન્નેને જોઈને એક ફૅને સોશ્યલ મીડિયા પર બન્નેને ટૅગ કરીને એક ફિલ્મમાં કામ કરતાં જોવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ઍક્શન હીરો જેવો જ દેખાવ ધરાવતા સાઉથ આફ્રિકાના ફાફ ડુ પ્લેસીએ આ પોસ્ટ પર જવાબ આપતાં લખ્યું કે ‘એને (ફિલ્મ)ને શક્ય બનાવો.’ તેણે આ કમેન્ટ પાછળ હસવાનું અને કૅમેરાનું ઇમોજી પણ શૅર કર્યું હતું. ૪૦ વર્ષના આ ક્રિકેટરના નેતૃત્વમાં સેન્ટ લુસિયા કિંગ્સે કૅરિબિયન પ્રીમિયર લીગ ૨૦૨૪નું ટાઇટલ જીત્યું હતું. ઍક્ટ્રેસ પ્રીતિ ઝિન્ટાની કોઈ ટીમે એ સમયે પહેલવહેલું ટાઇટલ જીત્યું હતું.