ઇંગ્લૅન્ડ બીજી મૅચ જીત્યું : બંગલા દેશની બીજી હાર

28 October, 2021 05:18 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જેસન રૉયે ૬૧ રન બનાવીને ૫૦મી મૅચ યાદગાર બનાવી

ઇંગ્લૅન્ડ બીજી મૅચ જીત્યું : બંગલા દેશની બીજી હાર

ટી૨૦ વર્લ્ડ કપમાં ગઈ કાલે સુપર-૧૨ રાઉન્ડમાં ઇંગ્લૅન્ડે સુંદર ઑલરાઉન્ડ પર્ફોર્મન્સથી સતત બીજો વિજય નોંધાવીને સેમી ફાઇનલ માટેનો દાવો વધુ મજબૂત કર્યો હતો, જ્યારે બંગલા દેશે લાગલગાટ બીજી હાર જોઈ હતી.
બંગલા દેશની ટીમે બૅટિંગ લીધા પછી ૯ વિકેટે માત્ર ૧૨૪ બનાવી શકી હતી જેના જવાબમાં ઇંગ્લૅન્ડે ૧૪.૧ ઓવરમાં ફક્ત બે વિકેટના ભોગે ૧૨૬ રન બનાવીને આસાન જીત હાંસલ કરી હતી. ઇંગ્લૅન્ડ ગ્રુપ-૧માં ચાર પૉઇન્ટ સાથે મોખરે છે.
ઓપનર જેસન રૉય (૬૧ રન, ૩૮ બૉલ, ત્રણ સિક્સર, પાંચ  ફોર) આ મૅચનો સુપરસ્ટાર હતો. તેને મૅન ઑફ ધ મૅચનો અવૉર્ડ અપાયો હતો. તેણે એ સાથે પોતાની ૫૦મી ટી૨૦ ઇન્ટરનૅશનલ મૅચ યાદગાર બનાવી હતી. ડેવિડ મલાન ૨૮ રને અણનમ હતો, જ્યારે જૉની બેરસ્ટોવ ૮ રન બનાવીને મલાન સાથે છેલ્લે પાછો પૅવિલિયનમાં આવ્યો હતો.
ગઈ કાલે બંગલા દેશના ખેલાડીઓ જાણે દબાણમાં રમતા હતા. તેમનામાં ભાગ્યે જ આક્રમકતા જોવા મળી હતી અને બોલરોમાં બોલિંગને લગતી શિસ્તનો અભાવ હતો. ઇંગ્લૅન્ડના ટાઇમલ મિલ્સે ત્રણ તેમ જ લિયામ લિવિંગસ્ટન તથા મોઇન અલીએે બે-બે વિકેટ લીધી હતી. એક વિકેટ ક્રિસ વૉક્સને મળી હતી.

4
ગઈ કાલે નામિબિયાના રુબેન ટ્રમ્પેલમૅને મૅચના પહેલા આટલા બૉલમાં ત્રણ વિકેટ લીધી હતી. તેણે પ્રથમ બૉલમાં વિકેટ લીધા બાદ વાઇડ, ડોટ બૉલ, વાઇડ પછી ત્રીજા, ચોથા બૉલમાં પણ વિકેટ લીધી હતી.

cricket news sports news sports england