04 June, 2025 10:37 AM IST | London | Gujarati Mid-day Correspondent
રેન્ટલ સાઇકલ ચલાવીને સ્ટેડિયમ પહોંચી અંગ્રેજ ટીમ.
ગઈ કાલે લંડનમાં ઇંગ્લૅન્ડ અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે વન-ડે સિરીઝની અંતિમ અને ત્રીજી મૅચ લંડનના ધ ઓવલ સ્ટેડિયમમાં યોજાઈ હતી. ભારતીય સમય અનુસાર મૅચનો ટૉસ સાંજે પાંચ વાગ્યાને બદલે ૫.૪૦ વાગ્યે થયો હતો, કારણ કે વેસ્ટ ઇન્ડીઝની ટીમ લંડનના અણધાર્યા ટ્રૅફિક જૅમમાં ફસાઈ હતી.
આવા સમયે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ સમય બચાવવા માટે બસ છોડીને રેન્ટલ સાઇકલ લઈને સ્ટેડિયમ પહોંચ્યા હતા. વિકેટકીપર-બૅટર જૉસ બટલર સહિતના પ્લેયર્સનો આ વિડિયો સોશ્યલ મીડિયા પર ભારે વાઇરલ થયો હતો.
મૅચ પહેલાંના વૉર્મ-અપ માટે ઇંગ્લૅન્ડના પ્લેયર્સ સમયસર પહોંચ્યા, પરંતુ વેસ્ટ ઇન્ડીઝની ટીમ બસમાં જ રહી હતી. મહેમાન ટીમ ટ્રૅફિક જૅમમાંથી બહાર આવી સ્ટેડિયમ પહોંચી ત્યારે સાંજે ૬ વાગ્યે મૅચ શરૂ થઈ હતી. ત્રણ મૅચની સિરીઝની પહેલી બે મૅચ જીતીને યજમાન ઇંગ્લૅન્ડે આ સિરીઝ પહેલાં જ જીતી લીધી છે.