ઇન્ટરનેટ મીડિયાનો બૉયકૉટ કરવા માગે છે ઇંગ્લૅન્ડની ટીમ

13 April, 2021 12:07 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

આ વાતની જાણકારી ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે આપી હતી

સ્ટુઅર્ટ બ્રૉડ (ફાઈલ તસવીર)

ઇન્ટરનેટ મીડિયા પર બોલાતા અપશબ્દને લીધે હેરાન થયેલા ઇંગ્લૅન્ડના ખેલાડીઓ હવે એનો બૉયકૉટ કરવાનો વિચાર કરી રહ્યા છે. આ વાતની જાણકારી ઇંગ્લૅન્ડના ફાસ્ટ બોલર સ્ટુઅર્ટ બ્રૉડે આપી હતી. સોશ્ય​લ મીડિયા પર તાજેતરમાં મોઇન અલી પર બંગલાદેશી લેખિકા દ્વારા વિવાદિત ટિપ્પણી કરવામાં આવી હતી. આ બાબતે વાત કરતાં બ્રૉડે કહ્યું કે સોશ્યલ મીડિયાના ઘણા ફાયદા છે, પણ થોડા સમય માટે જો અમારે સ્ટૅન્ડ લેવું પડે તો એ માટે અમે તૈયાર છીએ.

sports sports news cricket news england