બટલરે રેકૉર્ડબ્રેક ઇનિંગ્સનું શ્રેય આઇપીએલને આપ્યું

19 June, 2022 03:16 PM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડે યજમાન ટીમને ૨૩૨ રનથી હરાવ્યું હતું

શુક્રવારે નેધરલૅન્ડ્સ સામે સદી ફટકાર્યા બાદ જૉશ બટલર

ઇંગ્લૅન્ડના વિકેટકીપર બૅટર જૉસ બટલરે શુક્રવારે એમ્સ્ટલવીનમાં નેધરલૅન્ડ્સ સામે રમાયેલી ત્રણ વન-ડેની પહેલી મૅચમાં ૭૦ બૉલમાં નૉટઆઉટ ૧૬૨ રન ફટકાર્યા, જેમાં તેની ૧૪ સિક્સર અને ૭ બાઉન્ડરી હતી. એને લીધે ઇંગ્લૅન્ડે ૪ વિકેટે ૪૯૮ રનનો સ્કોર ઊભો કર્યો હતો, જે વન-ડેના ઇતિહાસમાં સૌથી મોટો ટીમ-ટોટલ હતો. 

ઇંગ્લૅન્ડે યજમાન ટીમને ૨૩૨ રનથી હરાવ્યું હતું.

પ્લેયર ઑફ ધ મૅચનો અવૉર્ડ સ્વીકારતી વખતે તેણે આ સફળતા માટે આઇપીએલને શ્રેય આપ્યું હતું અને કહ્યું હતું કે ‘આઇપીએલ આ વખતે મારા માટે શ્રેષ્ઠ રહ્યું હતું. મને બહુ મજા પડી અને 
ઘણો આત્મવિશ્વાસ પણ મળ્યો.

એને કારણે અહીં આવતાં મેં મારી જાતમાં લયનો અનુભવ કર્યો હતો. મેં ઘણી વખત કહ્યું છે કે અહીં સૌથી શ્રેષ્ઠ માહોલ છે એથી અહીં આવવાનું મને ગમ્યું છે.’ બટલરે આઇપીએલમાં ચાર સેન્ચુરી તેમજ એટલી જ હાફ-સેન્ચુરૂની મદદથી કુલ ૮૬૩ રન બનાવ્યા હતા. ટીમને ફાઇનલ સુધી પહોંચ઼ાવામાં એનો મહત્વનો ફાળો હતો. 

sports sports news cricket news england netherlands