24 June, 2026 12:35 PM IST | London | Gujarati Mid-day Correspondent
જેમ્સ કોલ્સ
એકથી ૧૧ જુલાઈ દરમ્યાન ભારત અને ઇંગ્લૅન્ડ વચ્ચે પાંચ T20 મૅચની સિરીઝ રમાવાની છે. આ સિરીઝ માટે હૅરી બ્રૂકની આગેવાનીમાં ૧૭ સભ્યોની સ્ક્વૉડ જાહેર કરવામાં આવી છે.
આ સ્ક્વૉડનો એક માત્ર અનકૅપ્ડ ખેલાડી ૨૧ વર્ષનો જેમ્સ કોલ્સ છે. ૧૬ વર્ષની ઉંમરથી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા આ બૅટરે ૬૧ T20 ઇનિંગ્સમાં ૧૪૬.૩૭ના સ્ટ્રાઇક-રેટથી ૧૩૭૩ રન કર્યા છે.
ઇંગ્લૅન્ડની T20 સ્ક્વૉડ : હૅરી બ્રૂક (કૅપ્ટન), રેહાન અહમદ, જોફ્રા આર્ચર, સોની બેકર, ટૉમ બૅન્ટન, જેકબ બેથલ, જૉસ બટલર, જેમ્સ કોલ્સ, જૉર્ડન કૉક્સ, સૅમ કરૅન, લિયામ ડૉસન, વિલ જૅક્સ, સાકિબ મહમૂદ, આદિલ રાશિદ, ફિલ સૉલ્ટ, જૉશ ટન્ગ, લ્યુક વુડ.