ન્યૂઝ શોર્ટમાં: બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની હાર પાક્કી, વાંચો બીજા સ્પોર્ટ્સના સમાચાર

13 June, 2021 02:43 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં રમાઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટમાં યજમાન ઇંગ્લૅન્ડની હાર પાક્કી થઈ ગઈ છે.

પ્રતીકાત્મક તસવીર

બીજી ટેસ્ટમાં ઇંગ્લૅન્ડની હાર પાક્કી
બર્મિંગહૅમના એજબૅસ્ટનમાં રમાઈ રહેલી ન્યુ ઝીલૅન્ડ સામેની બીજી અને છેલ્લી ટેસ્ટમાં યજમાન ઇંગ્લૅન્ડની હાર પાક્કી થઈ ગઈ છે. ઇંગ્લૅન્ડના પહેલી ઇનિંગ્સના ૩૦૩ રનના જવાબમાં ન્યુ ઝીલૅન્ડ ગઈ કાલે ૩૮૮ રન બનાવીને ૮૫ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં ઇંગ્લૅન્ડે બીજા જ બૉલમાં રૉરી બર્ન્સને ગુમાવ્યા બાદ માત્ર ૧૭ રનના સ્કોર બીજા ઓપનર સિબ્લી (૮)ને પણ ગુમાવી દીધો હતો. ત્યાર બાદ નિરંતર વિકેટ ગુમાવતા દિવસના અંતે ૧૨૨ રનમાં ૯ વિકેટે ગુમાવી દીધી હતી. લીડ બાદ કરતા તેમના ૩૭ રન જ થયા છે. 

વેસ્ટ ઇન્ડીઝનો એક ઇનિંગ્સ થી પરાજય
વર્ષો બાદ વેસ્ટ ઇન્ડીઝ રમવા ગયેલી સાઉથ આફ્રિકાની પ્રથમ ટેસ્ટમાં એક ઇનિગ્સ અને ૬૩ રનથી જીત સાથે શાનદાર શરૂઆત કરી હતી.  પહેલી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિઝને માત્ર ૯૭ રનમાં ઑલઆઉટ કર્યા બાદ ભૂતપૂર્વ કૅપ્ટન ક્લિન્ટન ડિકૉકની ૧૪૧ રનની અફલાતુન ઇનિંગ્સના જોરે ૩૨૨ રન બનાવીને ૨૨૫ રનની લીડ લીધી હતી. બીજી ઇનિંગ્સમાં વેસ્ટ ઇન્ડિઝ ૧૬૨ રનમાં  ઓલ આઉટ થઈ જતા સાઉથ આફ્રિકાનો એક ઇનિંગ્સ અને ૬૩ રનથી ભવ્ય વિજય થયો હતો. 

cricket news sports news new zealand england