કાર્તિક અને હાર્દિક ટી૨૦ વર્લ્ડ કપમાં બનશે આપણા બે હાર્ડ-હિટર્સ : દ્રવિડ

21 June, 2022 10:57 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

દ્રવિડે રવિવારે બૅન્ગલોરમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝને અંતે જે કહ્યું એ ભારતીય ક્રિકેટ માટે ખૂબ અગત્યનું છે

ફાઇલ તસવીર

આગામી ૨૬ અને ૨૮ જૂને હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક આયરલૅન્ડ સામેની ટી૨૦ સિરીઝમાં રમી રહ્યા હશે ત્યારે ટીમ ઇન્ડિયાનો હેડ-કોચ રાહુલ દ્રવિડ ઇંગ્લૅન્ડમાં રોહિત શર્માના સુકાન હેઠળની ટેસ્ટ-ટીમને કોચિંગ આપવામાં બિઝી હશે, પરંતુ દ્રવિડે રવિવારે બૅન્ગલોરમાં સાઉથ આફ્રિકા સામેની સિરીઝને અંતે જે કહ્યું એ ભારતીય ક્રિકેટ માટે ખૂબ અગત્યનું છે.

આ વર્ષના છેવટના ભાગ દરમ્યાન ઑસ્ટ્રેલિયામાં ટી૨૦ વર્લ્ડ કપ રમાશે અને એ સંબંધમાં દ્રવિડે કહ્યું, ‘વિશ્વકપ માટેની ભારતીય ટીમ નક્કી કરવાની બાબતમાં હાર્દિક પંડ્યા અને દિનેશ કાર્તિક ખૂબ મહત્ત્વના ખેલાડીઓ સાબિત થશે. એ બન્ને બૅટર્સ છેલ્લી પાંચ-છ ઓવર્સમાં હાર્ડ-હિટર્સ નીવડી શકે.’

સાઉથ આફ્રિકા સામેની તાજેતરની ટી૨૦ સિરીઝમાં કાર્તિક અને હાર્દિકે સારું પર્ફોર્મ કર્યું હતું. રાજકોટની ચોથી ટી૨૦માં કાર્તિકે આક્રમક હાફ સેન્ચુરીથી ભારતને સિરીઝ ૨-૨ની બરોબરીમાં લાવી આપી હતી. રવિવારની નિર્ણાયક મૅચ ધોવાઈ ગઈ હતી.

દ્રવિડે કહ્યું, ‘કાર્તિક અને હાર્દિક ટી૨૦ મૅચમાં છેલ્લી પાંચ-છ ઓવર્સમાં વિશ્વના કોઈ પણ શ્રેષ્ઠ હાર્ડ-હિટર જેવું રમી શકે એમ છે.’

sports sports news cricket news india dinesh karthik hardik pandya rahul dravid