શું ધોની ખરેખર નિવૃતી લઇ રહ્યો છે.? જાણો શું છે સમગ્ર ઘટના...

29 October, 2019 02:50 PM IST  |  Mumbai

શું ધોની ખરેખર નિવૃતી લઇ રહ્યો છે.? જાણો શું છે સમગ્ર ઘટના...

ધોની (File Photo)

Mumbai : ભારતીય ક્રિકેટ ચાહકો માટે મંગળવારની સવાર સારી રહી ન હતી. તેનું મુખ્ય કારણ બીજુ કોઇ નહીં પણ ધોની હતું. વર્લ્ડ કપ 2019 બાદ ધોની ક્રિકેટની દુનિયાથી બહાર છે. ત્યારે તેની નિવૃતીને લઇને ઘણીવાર સમાચારો વાયરલ થયા હતા. પરંતુ દરેકવાર તે ખોટા સાબીત થયા. પણ જ્યારે મંગળવારની સવારે ટ્વીટર પર #DhoniRetire ટ્રેંડ થતું જોયું તો ચાહકો ચોકી ઉઠ્યા હતા.

ધોનીના ચાહકોમાં નિરાશા ફરીવળી
ટ્વીટર પર સવારથી ધોનીની નિવૃતીનું હેશટેડ ટ્રેંડ થવા લાગ્યું તો લોકોએ ધોનીની ઉપલબ્ધીઓ અને તેના રેકોર્ડની ચર્ચાઓ શરૂ કરી દીધી હતી. તો ઘણા લોકોએ તો ધોનીને દેશ માટે રમવાનું ચાલુ રાખવાનું પણ કહ્યું હતું. તો બીજી તરફ ધોનીના ચાહકો પણ ચીંતામાં છે કે ક્યાક ધોની સાચે જ નિવૃતી નહીં કરે ને... તો આ વચ્ચે ટ્વીટર પર નવા હેશટેગ ટ્રેંડ થવા લાગ્યા હતા. જેમાં #NeverRetireDhoni અને #ThankyouDhoni જેના હેશટેગ ટ્રેંડ થવા લાગ્યા હતા.

 



ધોની છેલ્લા 3 મહિનાથી વધુ સમય ક્રિકેટથી દુર રહ્યો છે
38 વર્ષીય ધોનીની નિવૃતીની અફવાઓ ત્યારે ચાલવા લાગી જ્યારે ઇંગ્લેન્ડમાં રમાયેલા વર્લ્ડ કપ 2019માં ભારત સેમી ફાઇનલમાં ન્યુઝીલેન્ડ સામે હારીને બહાર થઇ ગયું. લોકો કહેવા લાગ્યા હતા કે ન્યુઝીલેન્ડ સામેની મેચ ધોનીની ક્રિકેટ કારકિર્દીની અંતિમ મેચ હશે. જોકે તે મેચ બાદ ધોનીએ આરામ લીધો છે અને છેલ્લા 3 મહિનાથી પણ વધુ સમય સુધી તે ક્રિકેટના મેદાનથી બહાર રહ્યો છે.

આ પણ જુઓ : ઝીવા ધોની મમ્મી સાક્ષી સાથે આ રીતે ફરી રહી છે લંડન

દ.આફ્રિકા સામેની રાંચી ટેસ્ટમાં ધોની સ્ટેડિયમ પહોંચ્યો હતો અને ખેલાડીઓને મળ્યો હતો
હજુ થોડા સમય પહેલા જ રાંચીમાં રમાયેલી સાઉથ આફ્રિકા સામેની ટેસ્ટ મેચ પહેલા સ્ટેડિયમમાં જોવા મળ્યો હતો અને નેટ પ્રેક્ટીસ કરી હતી. તે મેચ બાદ ટીમ ઇન્ડિયાના સભ્યોને ડ્રેસીંગ રૂમમાં મળ્યો પણ હતો. તો આઇપીએલની ટીમ ચેન્નઇ સુપર કિંગ્સે ધોનીનો જુનો વીડિયો ટ્વીટર પર શેર કર્યો હતો અને તે ટેબલ ટેનિસ રમતો જોવા મળી રહ્યો છે.

 


આ પણ જુઓ : 'માહી'ના દિકરી ઝીવા સાથેના આ ફોટોસ બનાવી દેશે તમારો દિવસ

રવી શાસ્ત્રીએ ધોનીના ભવિષ્યને લઇને પ્રશ્નો કરનારની આડે હાથ લીધા હતા
હજુ થોડા દિવસ પહેલા જ કોચ રવી શાસ્ત્રીએ ધોનીના ભવિષ્યને લઇને પ્રશ્નો કરનારની આલોચના કરી હતી. રવી શાસ્ત્રીએ કહ્યું હતું કે “ધોની પર બોલનારાઓમાં મોટા ભાગના લોકો તો પોતાના બુટની દોરી સરખી રીતે નથી બાંધી શકતા. જરા જુઓ તેણે (ધોનીએ) દેશ માટે કેટલી સિદ્ધીઓ મેળવી છે. લોકો કેમ ધોનીની નિવૃતીને લઇને બોલી રહ્યા છે. કદાચ તેમની પાસે ચર્ચા કરવા માટે બીજા કોઇ મુદ્રા નહીં હોય.”

cricket news sports news ms dhoni mahendra singh dhoni