ફિક્સિંગની તપાસ કરી રહેલી કમિટીએ કેમ લીધું ધોની-વિરાટનું નામ ?

17 September, 2019 05:50 PM IST  |  મુંબઈ

ફિક્સિંગની તપાસ કરી રહેલી કમિટીએ કેમ લીધું ધોની-વિરાટનું નામ ?

કોહલી અને ધોની

તામિલનાડુ પ્રીમિયર લીગમાં લાગી રહેલા ફિક્સિંગનના આરોપ બાદ ફરી એકવાર એ સવાલ ઉઠવા લાગ્યા છે કે શું 'જેન્ટલરમેન ગેમ' તરીકે ઓળખાતા ક્રિકેટમાં આ બધું કરું આટલું સરળ છે ? BCCIની એન્ટી કરપ્શન યુનિટના ચીફ અજીત સિંહે યુવાનોને આ પ્રકારની ઘટનાઓથી દૂર રહેવાની સલાહ આપી છે.

અજીત સિંહે સ્પષ્ટતા કરી છે કે વિરાટ કોહલી અને મહેન્દ્રસિંહ ધોની જેવા મોટા ખેલાડીઓ પાછળ ક્યારેય સટ્ટેબાજો કે ફિક્સર પોતાનો સમય બરબાદ નથી કરતા. તેઓ યુવા ક્રિકેટરો અથવા તો એવા ક્રિકેટરો જે સફળ નથી થતા તેને ફસાવે છે. યુવા ક્રિકેટરોને ખ્યાલ નથી હોતો કે તેમની સાથે શુ થઈ રહ્યું છે, અથવા તો એટલા પૈસા હોય છે કે તેઓ ના નથી પાડી શક્તા.

ફિક્સિંગ પર એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ACUના ચીફ અજીત સિંહે કહ્યું,'જો તમે મને પૂછો તો આજના સ્ટાર ખેલાડી આ પ્રકારના મામલામાં ફસાય તો કંઈ મેળવવા કરતા બધું જ ગુમાવી શકે છે. જરા વિચારો જો કોહલી કે ધોની જેવા ખેલાડી તેમાં સામેલ હોય, તો અહીં ફક્ત પૈસા નથી હોતા, તેમના નામ અને ઈજ્જત પણ દાવ પર લાગે છે. તેઓ પૈસા માટે નામ કુરબાન ન કરી શકે. તેમનું નામ આ તમામ ચીજો કરતા મોટા છે. અને જો પૈસાની વાત હોય તો પણ શું તમને લાગે છે કે તેઓ આમાં સામેલ હોય ? પૈસા હોય કે ફચી એન્ડોર્સમેન્ટ તેમને તેમના નામના કારણે જ મળે છે. બેટિંગને કારણે તેમને તેનો ઓછો હિસ્સો પણ નથી મળવાનો.'

આ પણ વાંચોઃ હાર્દિક પંડ્યાની જેવા દેખાવું છે 'કૂલ', તો જાણો તેના સ્ટાઈલ સીક્રેટ

અજીતસિંહે કહ્યું કે,'આ લોકો (સટ્ટાબાજો અને ફિક્સરો) કોઈ પણ પ્રકારની તકની રાહ જોતા હોય છે. જો કે કોઈ ટુર્નામેન્ટમાં સામેલ ન થઈ શકે તો પોતાની લીગ પણ શરૂ કરી શકે છે. હવે તેઓ નવા દેશ તરફ ધ્યાન આપી રહ્યા છે. ગેમના પ્રમોશનના નામે તેઓ ટુર્નામેન્ટનું આયોજન કરે છે અને પોતાની ટીમ બનાવે છે. દેખાડે છે કે જાણે ક્રિકેટ માટે કામ કરતા હોય.'

virat kohli mahendra singh dhoni ms dhoni sports news cricket news