21 June, 2025 07:27 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શિખર ધવન, યુઝવેન્દ્ર ચહલ
ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર શિખર ધવન સાથે તેના ઘરે હાલમાં સ્પિનર યુઝવેન્દ્ર ચહલ જોવા મળ્યો હતો. શિખર ધવને યોદ્ધા જેવો અને ચહલે એક દરબારના અધિકારી જેવો ડ્રેસ પહેરીને એકસાથે ફોટો પડાવ્યો હતો. શિખરે આ ફોટો શૅર કરીને લખ્યું, ‘એક મહાયુદ્ધ... પણ માત્ર હસવા માટે.’
પહેલી પત્ની સાથે ડિવૉર્સ લીધા બાદ જીવનમાં આગળ વધી ગયેલા આ બન્ને ક્રિકેટર્સ કોઈ બ્રૅન્ડના શૂટ માટે કે માત્ર મનોરંજનના વિડિયો માટે મળ્યા હોય એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.