23 August, 2025 04:50 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
શ્રેયસ ઐયરને વન-ડે કૅપ્ટન બનાવવાની કોઈ ચર્ચા નથી થઈ : BCCI સચિવ દેવજિત સૈકિયા
રોહિત શર્મા પછી ભારતીય વન-ડે કૅપ્ટનનું પદ શ્રેયસ ઐયરને મળશે એવા અહેવાલ પર ભારતીય ક્રિકેટ બોર્ડના સચિવ દેવજિત સૈકિયાએ મોટી કમેન્ટ કરી છે. એક ઇન્ટરવ્યુમાં તેમણે કહ્યું હતું કે ‘આ મારા માટે નવું છે. આવી કોઈ ચર્ચા બોર્ડ મૅનેજમેન્ટ વચ્ચે નથી થઈ.’
આગામી ઑસ્ટ્રેલિયા ટૂર બાદ જો વર્તમાન વન-ડે કૅપ્ટન રોહિત શર્મા કૅપ્ટન્સી છોડશે તો શુભમન ગિલ કે શ્રેયસ ઐયરનું સ્થાન લઈ શકે છે એવા અહેવાલ આવી રહ્યા છે. ૨૦૨૭ના વન-ડે વર્લ્ડ કપ પહેલાં ઑસ્ટ્રેલિયા સામેની વન-ડે સિરીઝ બાદ ભારતીય વન-ડે ટીમના નેતૃત્વ વિશે સ્પષ્ટતા થઈ શકે છે.