28 April, 2025 06:49 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કે. એલ. રાહુલ, વિરાટ કોહલી
IPLની વર્તમાન સીઝનની નવમા ડબલ હેડરનો આજનો બીજો મુકાબલો અને ૪૬મી મૅચ આજે દિલ્હી કૅપિટલ્સ અને રૉયલ ચૅલેન્જર્સ બેન્ગલુરુ વચ્ચે રમાશે. બન્ને ટીમ વચ્ચે આજે રોમાંચક મુકાબલાની શક્યતા છે, કારણ કે આ મૅચમાં ભારતના બે ડૅશિંગ બૅટ્સમેન વિરાટ કોહલી અને કે. એલ. રાહુલ સાથે ઑસ્ટ્રેલિયાના બે ખતરનાક ફાસ્ટ બોલર મિશેલ સ્ટાર્ક અને જોશ હેઝલવુડ આકર્ષણનું કેન્દ્ર હશે.
દિલ્હી સામે બૅન્ગલોરનો હંમેશાં દબદબો રહ્યો છે. દિલ્હીના હોમ ગ્રાઉન્ડ અરુણ જેટલી સ્ટેડિયમમાં બન્ને વચ્ચે ૧૦ ટક્કર થઈ છે જેમાં બૅન્ગલોર ૬ અને દિલ્હીએ ૪ મૅચમાં જીત મેળવી છે. છેલ્લી બે મૅચમાં હોમ ટીમ દિલ્હીએ જ બાજી મારી છે. સીઝનની પહેલી ટક્કરમાં કે. એલ. રાહુલે પોતાના હોમ ગ્રાઉન્ડ પર મૅચ-વિનિંગ ઇનિંગ્સ રમીને બૅન્ગલોર સામે દિલ્હીને ૬ વિકેટે જીત અપાવી હતી. દિલ્હીમાં જન્મેલો વિરાટ કોહલી પોતાના હોમ ગ્રાઉન્ડ પર આવી જ કમાલ કરીને બૅન્ગલોરની હારનો બદલો લેશે એવી અપેક્ષા ક્રિકેટ-ફૅન્સ રાખી રહ્યા છે.
|
હેડ-ટુ-હેડ રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૩૨ |
|
બૅન્ગલોરની જીત |
૧૯ |
|
દિલ્હીની જીત |
૧૨ |
|
નો રિઝલ્ટ |
૧ |
મૅચનો સમય
સાંજે ૭.૩૦ વાગ્યાથી