રાશિદ ખાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો નવો સુકાની જાહેર, અસગર ઉપ સુકાની

12 July, 2019 07:24 PM IST  |  Mumbai

રાશિદ ખાન અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમનો નવો સુકાની જાહેર, અસગર ઉપ સુકાની

Mumbai : અફઘાનિસ્તાન ક્રિકેટ ટીમે (ACB) વર્લ્ડ કપ 2019માં કઇ ખાસ પ્રદર્શન કર્યું નથી. ગ્રુપ સ્ટેજમાં જ અફઘાન ટીમ બહાર ફેકાઇ ગઇ હતી. જેને પગલે બોર્ડે ગુલબદીન નાઈબને સુકાની પદેથી હટાવી દીધો છે અને તેની જગ્યાએ રાશિદ ખાનને ટીમના નવા સુકાની જાહેર કરાયો છે. હવે આ યુવા લેગ સ્પિનર તમામ ફોર્મેટમાં અફઘાનિસ્તાન ટીમની કમાન સંભાળશે. તો વર્લ્ડ કપ પહેલા સુકાની પદેથી હટાવવામાં આવેલ અસગર અફઘાનને વાઇસ સુકાની બનાવવામાં આવ્યો છે.

મહત્વનું છે કે, આ પહેલા અસગર અફઘાન ટીમનો સુકાની હતો. વર્લ્ડ કપ પહેલા બોર્ડે અચાનક ચોંકાવનાનો નિર્ણય લીધો હતો અને અસગર અફઘાનને હટાવીને ગુલબદીન નાઇબને ટીમની કમાન સોંપવામાં આવી હતી. તો રાશિદ ખાનને ટી20 અને રહમત શાહને ટેસ્ટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો. હવે બોર્ડે તમામ ફોર્મેટની કમાન રાશિદ ખાનને આપવાનો નિર્ણય કર્યો છે.

આ પણ જુઓ : વર્લ્ડ કપ દરમિયાન ફૅમસ થઈ આ મિસ્ટ્રી ગર્લ, જાણો કોણ છે?

અફઘાનિસ્તાનનો વર્લ્ડ કપ 2019માં ગ્રુપ સ્ટેજમાં જ બહાર થઇ ગયો હતો.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે વિશ્વ કપ પહેલા કેપ્ટન બદલવાનો નિર્ણય લીધો હતો તે ટીમને ભારે પડ્યો હતો. વિશ્વ કપ શરૂ થતાં પહેલા અફઘાનિસ્તાન ટીમ પાસેથી આશા રાખવામાં આવતી હતી કે ટીમ ટૂર્નામેન્ટ દરમિયાન બે-ત્રણ મેચ જીતી શકે છે. પરંતુ ગુલબદીન નાઇબની આગેવાનીમાં ટીમે ટૂર્નામેન્ટમાં તમામ નવ મેચમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો અને ટીમ પોઈન્ટ ટેબલમાં છેલ્લા સ્થાને રહી હતી.

આ પણ જુઓ : મૅચ કરતા વધુ ચર્ચામાં રહી છે આ મહિલા એન્કર, જુઓ એનો ગ્લેમરસ અંદાજ

રાશિદ અને નબીએ કર્યો હતો વિરોધ
અફઘાનિસ્તાન બોર્ડે જ્યારે વિશ્વ કપ પહેલા અસગર અફઘાનને કેપ્ટન પદેથી હટાવવાનો નિર્ણય લીધો હતો ત્યારે ટીમના ખેલાડી રાશિદ ખાન અને મોહમ્મદ બનીએ ટ્વીટર પર પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. બંન્નેએ કહ્યું હતું કે, વિશ્વ કપ પહેલા ટીમનો કેપ્ટન બદલવો યોગ્ય વાત નથી. આ સાથે બંન્નેએ અસગર અફઘાનનું સમર્થન પણ કર્યું હતું.

cricket news afghanistan