ટેસ્ટ-ક્રિકેટમાં પૂરા થયા ૧૦,૦૦૦ ડક

06 July, 2025 12:14 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

આ ફૉર્મેટમાં શૂન્ય પર આઉટ થનારો સૌપ્રથમ પ્લેયર ઑસ્ટ્રેલિયાનો નેડ ગ્રેગરી હતો જે ૧૮૭૭માં ઇંગ્લૅન્ડ સામેની આ ફૉર્મેટની પહેલવહેલી મૅચમાં ઝીરો પર આઉટ થયો હતો.

ક્રિસ વોક્સ

શુક્રવારે મોહમ્મદ સિરાજની ઓવરમાં ઇંગ્લૅન્ડનો પૂંછડિયો બૅટર ક્રિસ વોક્સ ચાર બૉલ રમીને ઝીરો પર આઉટ થયો હતો. તે ટેસ્ટ-ક્રિકેટના ઇતિહાસમાં ડક પર આઉટ થનાર એટલે કે ઝીરો પર આઉટ થનાર ૧૦,૦૦૦મો પ્લેયર બન્યો છે. આ ફૉર્મેટમાં શૂન્ય પર આઉટ થનારો સૌપ્રથમ પ્લેયર ઑસ્ટ્રેલિયાનો નેડ ગ્રેગરી હતો જે ૧૮૭૭માં ઇંગ્લૅન્ડ સામેની આ ફૉર્મેટની પહેલવહેલી મૅચમાં ઝીરો પર આઉટ થયો હતો.

india england test cricket mohammed siraj cricket news sports news sports