ક્રિકેટર ચેતેશ્વર પુજારા બન્યા વાસુદેવ, જુઓ કેવો હતો લૂક

09 September, 2019 04:28 PM IST  | 

ક્રિકેટર ચેતેશ્વર પુજારા બન્યા વાસુદેવ, જુઓ કેવો હતો લૂક

ગુજરાતના ગોંડલમાં રામજી મંદિરમાં રમેશભાઈ ઓઝાની વ્યાસપીઠમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું. કથા સપ્તાહના પાંચમાં દિવસે ભક્તિ સભર માહોલપૂજ્ય હરિચરણદાસજી મહારાજની હાજરીમાં શ્રી કૃષ્ણ જન્મોત્સવ ઉજવાયો હતો. આ આયોજનમાં ભારતીય ક્રિકેટર ટીમના સ્ટાર બેટ્સમેન ચેતેશ્વર પુજારા વાસુદેવ બન્યા હતાં.

પીચ પર સ્પોર્ટી લુકમાં જોવા મળતા ચેતેશ્વર પુજારા શ્રીકૃષ્ણના પિતા વાસુદેવના પહેરવેશમાં મનમોહક લાગી રહ્યાં હતા. પુજારા પીળા રંગના ઝભ્ભા અને ધોતીમાં જોવા મળ્યો સાથે જ ગળામાં લાલ રંગનો ખેસ અને માથે સપ્તરંગી પાઘડી શોભી રહી હતી. ગોંડલમાં શ્રીમદ ભાગવત સપ્તાહનાં આયોજનમાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી.

આ પણ વાંચો: અક્ષયકુમાર આ રીતે વિતાવે છે પરિવાર સાથે સમય, જુઓ કેન્ડીડ ફોટોઝ

શ્રીમદ ભાગવત કથા સપ્તાહના પાંચમા દિવસે દેશ-વિદેશમાંથી મોટી સંખ્યામાં પૂજ્ય હરિચરણદાસ મહારાજના દર્શન માટે હરિભક્તો ઊમટ્યા હતાં. બપોર બાદ ઉત્સાહભેર કૃષ્ણ જન્મ મહોત્સવ ઉજવાયો હતો. આ ઉત્સવમાં મુખ્ય યજમાન ભારતીય ક્રિકેટર ચેતેશ્વર પુજારા વાસુદેવ બન્યા હતાં. શ્રીમદ ભાગવત સપ્તાહમાં તેમણે પોતાના પરિવાર સાથે હાજરી આપી હતી. ચેતેશ્વર પુજારા પણ આ ધાર્મિક રંગમાં રંગાઈ ગયા હોય તેવુ લાગ્યું હતું. કથામાં ‘નંદ ઘેરા આનંદ ભયો...જય કનૈયા લાલ કી’નો નાદ ગુંજી ઉઠ્યો હતો.

cheteshwar pujara cricket news gujarati mid-day