21 March, 2025 07:04 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેન્નઈ સુપર કિંગ્સની સ્ક્વૉડ.
૨૩ માર્ચે ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) ચેપૉક સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ (MI) સામે પોતાના IPL 2025ના અભિયાનની શરૂઆત કરશે. ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આ છેલ્લી IPL સીઝન હશે એ ઑલમોસ્ટ નક્કી છે. એથી ઋતુરાજ ગાયકવાડના નેતૃત્વમાં ચેન્નઈની ટીમ રેકૉર્ડ છઠ્ઠી વાર ચૅમ્પિયન બનીને ધોનીને યાદગાર ફેરવેલ આપવાનો ભરપૂર પ્રયાસ કરશે. આ ટીમ ૧૨ વાર પ્લે-ઑફમાં પહોંચી છે, પાંચ વાર ચૅમ્પિયન અને પાંચ વાર રનર-અપ રહી છે.
આ ટીમ પાસે રચિન રવીન્દ્ર, ડેવોન કૉન્વે, ધોની, દીપક હૂડા અને ઋતુરાજ ગાયકવાડ જેવું મજબૂત બૅટિંગ-યુનિટ છે. ટીમ પાસે રવીન્દ્ર જાડેજા, રવિચન્દ્રન અશ્વિન, નૂર અહમદ જેવા શાનદાર સ્પિનર્સની સાથે શિવમ દુબે, સૅમ કરૅન જેવા પાવર હિટર ઑલરાઉન્ડર્સ પણ છે, પરંતુ ફાસ્ટ બોલિંગ-યુનિટમાં મથિશા પાથિરાના, જેમી ઓવરટન, ખલીલ અહમદ જેવા ઓછા વિકલ્પો છે.
ધોની સહિત ચાર પ્લેયર્સ પાસે ૧૦૦થી વધુ મૅચ રમવાનો અનુભવ છે, જ્યારે છ પ્લેયર્સ હજી IPL મૅચ રમી શક્યા નથી. ધોની આ સ્ક્વૉડમાં સૌથી ઓલ્ડેસ્ટ અને અનુભવી પ્લેયર છે, જ્યારે બૅટર આન્દ્રે સિદ્ધાર્થ સૌથી યંગ પ્લેયર છે. ટીમના ૧૦ પ્લેયર્સ ૩૦ પ્લસ વર્ષની ઉંમર ધરાવે છે. ૧૧૯.૯૫ કરોડ ખર્ચીને આ ફ્રૅન્ચાઇઝીએ અનુભવી અને યંગ પ્લેયર્સના મિશ્રણવાળી પચીસ સભ્યોની સ્ક્વૉડ તૈયાર કરી છે.
ચેન્નઈનો કોચિંગ સ્ટાફ
કોચ : સ્ટીફન ફ્લેમિંગ
બૅટિંગ કોચ : માઇકલ હસી
બોલિંગ સલાહકાર : એરિક સિમન્સ
|
CSKનો IPL રેકૉર્ડ |
|
|
કુલ મૅચ |
૨૩૯ |
|
જીત |
૧૩૮ |
|
હાર |
૯૮ |
|
ટાઇ |
૦૧ |
|
નો-રિઝલ્ટ |
૦૨ |
|
જીતની ટકાવારી |
૫૭.૭૪ |
|
પ્લેયર્સની ઉંમર અને IPL અનુભવ |
|
એમ. એસ. ધોની (૪૩ વર્ષ) - ૨૬૪ મૅચ |
|
રવીન્દ્ર જાડેજા (૩૬ વર્ષ) - ૨૪૦ મૅચ |
|
રવિચન્દ્રન અશ્વિન (૩૮ વર્ષ) - ૨૧૨ મૅચ |
|
દીપક હૂડા (૨૯ વર્ષ ૩૩૪) - ૧૧૮ મૅચ |
|
રાહુલ ત્રિપાઠી (૩૪ વર્ષ) - ૯૫ મૅચ |
|
વિજય શંકર (૩૪ વર્ષ) - ૭૨ મૅચ |
|
રુતુરાજ ગાયકવાડ (૨૮ વર્ષ) - ૬૬ મૅચ |
|
શિવમ દુબે (૩૧ વર્ષસ) - ૬૫ મૅચ |
|
સૅમ કરૅન (૨૬ વર્ષ) - ૫૯ મૅચ |
|
શ્રેયસ ગોપાલ (૩૧ વર્ષ)- ૫૨ મૅચ |
|
ખલીલ અહમદ (૨૭ વર્ષ) - ૨૭ મૅચ |
|
નૂર અહમદ (૨૦ વર્ષ) - ૨૩ મૅચ |
|
મથિશા પાથિરાના (૨૨ વર્ષ) - ૨૦ મૅચ |
|
ડેવોન કૉન્વે (૩૩ વર્ષ) - ૨૩ મૅચ |
|
નૅથન એલિસ (૩૦ વર્ષ) - ૧૬ મૅચ |
|
મુકેશ ચૌધરી (૨૮ વર્ષ) - ૧૪ મૅચ |
|
કમલેશ નાગરકોટી (૨૫ વર્ષ) - ૧૨ મૅચ |
|
રચિન રવીન્દ્ર (૨૫ વર્ષ) - ૧૦ મૅચ |
|
અંશુલ કમ્બોજ (૨૪ વર્ષ) - ૦૩ મૅચ |
|
શૈક રશીદ (૨૦ વર્ષ) - ૦૦ |
|
ગુરજનપ્રીત સિંહ (૨૬ વર્ષ) - ૦૦ |
|
જૅમી ઓવરટન (૩૦ વર્ષ) - ૦૦ |
|
રામકૃષ્ણન ઘોષ (૨૭ વર્ષ) - ૦૦ |
|
વંશ બેદી (૨૨ વર્ષ) - ૦૦ |
|
આન્દ્રે સિદ્ધાર્થ (૧૮ વર્ષ) - ૦૦ |
|
IPL 2008થી 2024 સુધી પૉઇન્ટ્સ ટેબલમાં ટીમનું સ્થાન |
|
૨૦૦૮ – રનર-અપ |
|
૨૦૦૯ - ત્રીજું |
|
૨૦૧૦ - ચૅમ્પિયન |
|
૨૦૧૧ - ચૅમ્પિયન |
|
૨૦૧૨ – રનર-અપ |
|
૨૦૧૩ – રનર-અપ |
|
૨૦૧૪ - ત્રીજું |
|
૨૦૧૫ – રનર-અપ |
|
૨૦૧૬ - સસ્પેન્ડ |
|
૨૦૧૭ - સસ્પેન્ડ |
|
૨૦૧૮ - ચૅમ્પિયન |
|
૨૦૧૯ – રનર-અપ |
|
૨૦૨૦ - સાતમું |
|
૨૦૨૧ - ચૅમ્પિયન |
|
૨૦૨૨ - નવમું |
|
૨૦૨૩ – ચૅમ્પિયન |
|
૨૦૨૪ - પાંચમું |
10
સ્ક્વૉડના આટલા પ્લેયર્સ ૩૦થી વધુ ઉંમરના છે. ફ્રૅન્ચાઇઝીએ અનુભવી અને યંગ પ્લેયર્સના મિશ્રણવાળી પચીસ સભ્યોની સ્ક્વૉડ તૈયાર કરી છે.