ડૅશિંગ માહીની નવી હેરસ્ટાઇલ અને કૂલ-મેકઓવર જોઈ લો!

31 July, 2021 08:52 AM IST  |  Mumbai | Agency

ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમતો ત્યારે ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપવાળી લૉન્ગ હેરસ્ટાઇલથી માંડીને તેણે મોહોક સુધીની વિવિધ પ્રકારની હેરકટ અપનાવી હતી. હવે તેણે નવું ડૅશિંગ લુક અપનાવ્યું છે.

ડૅશિંગ માહીની નવી હેરસ્ટાઇલ અને કૂલ-મેકઓવર જોઈ લો!

કૅપ્ટન-કૂલ તરીકે ઓળખાતો મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટના મેદાન પર નિતનવા કૌશલ્ય બતાવવા માટે જાણીતો કહેવાય છે, ઑફ-ધ-ફીલ્ડ પર પણ તે જાતજાતની અજમાયશ માટે પ્રશંસા મેળવતો હોય છે. તે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમતો ત્યારે ૨૦૦૭ના ટી૨૦ વર્લ્ડ કપવાળી લૉન્ગ હેરસ્ટાઇલથી માંડીને તેણે મોહોક સુધીની વિવિધ પ્રકારની હેરકટ અપનાવી હતી. હવે તેણે નવું ડૅશિંગ લુક અપનાવ્યું છે.
આ વર્ષનો આઇપીએલ-પાર્ટ ટૂ શરૂ થાય અને એમાં ધોનીને નવી હેરસ્ટાઇલમાં રમતો જોવા મળે એની તેના કરોડો ચાહકો રાહ જોઈ રહ્યા છે.
હેલિકૉપ્ટર શૉટ માટે તેમ જ અનેક પ્રકારની બાઇકના શોખીન ગણાતા સ્ટાઇલ-આઇકન માહીએ હવે ફૉક્સ-હૉક કટ તથા રેઝર-શાર્પ બિયર્ડની સ્ટાઇલ અપનાવી છે. તેણે ક્રિકેટરો તથા બૉલીવુડના ફેવરિટ હેરસ્ટાઇલિસ્ટ અલીમ હકીમની મદદથી માથા અને ચહેરાનું મેકઓવર કરાવ્યું છે.

cricket news sports news sports mahendra singh dhoni ms dhoni