07 March, 2025 07:36 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
સુનીલ ગાવસકર
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં ભારતના મોટા ભાગના પ્લેયર્સે એક યા બીજી મૅચમાં સારું પ્રદર્શન કર્યું છે, પરંતુ ઓપનર રોહિત શર્મા બૅટ સાથે સારા ફૉર્મમાં નથી. તેણે કેટલીક ઝડપી શરૂઆત કરી છે, પરંતુ એને મોટા સ્કોરમાં રૂપાંતરિત કરી શક્યો નથી. હેડ કોચ ગૌતમ ગંભીર માને છે કે રોહિતનો મોટો પ્રયાસ કરવાનો ઇરાદો ટીમમાં પ્રભાવ પેદા કરે છે, પણ ભારતના મહાન બૅટ્સમૅન સુનીલ ગાવસકર ગંભીર સાથે આ બાબતે અસંમત છે.
એક ઇન્ટરવ્યુમાં લિટલ માસ્ટરે કહ્યું કે ‘મેદાન પર આક્રમક રીતે રમવું એ એક અલગ વાત છે, પરંતુ તેનામાં ૨૫-૩૦ ઓવર સુધી બૅટિંગ કરવાની થોડી સમજદારી હોવી જોઈએ.
જો તે આવું કરે તો તે વિરોધી ટીમ પાસેથી ગેમ છીનવી લઈ શકશે. એક બૅટ્સમૅન તરીકે શું તમે ૨૫-૩૦ રન બનાવીને ખુશ છો? એથી હું તેને કહીશ કે જો તમે ફક્ત સાત, આઠ કે નવ ઓવરને બદલે પચીસ ઓવર સુધી બૅટિંગ કરશો તો ટીમ પર તમારી અસર વધુ પડશે. જો રોહિત પચીસેક ઓવર સુધી પિચ પર ટકી શકે તો ભારત ૫૦ ઓવરમાં ૩૫૦+ રન સુધી પહોંચી શકે છે.’
|
ચૅમ્પિયન્સ ટ્રોફીમાં |
|
|
બંગલાદેશ |
૩૬ બૉલમાં ૪૧ રન |
|
પાકિસ્તાન |
૧૫ બૉલમાં ૨૦ રન |
|
ન્યુ ઝીલૅન્ડ |
૧૭ બૉલમાં ૧૫ રન |
|
ઑસ્ટ્રેલિયા |
૨૯ બૉલમાં ૨૮ રન |