04 March, 2025 06:51 AM IST | Dubai | Gujarati Mid-day Correspondent
વિરાટ કોહલી, અબ્રાર અહમદ
ચૅમ્પિયન્સ ટ્રોફી દરમ્યાન ભારત સામે દુબઈમાં રમાયેલી મૅચમાં પાકિસ્તાનના ૨૬ વર્ષના સ્પિનર અબ્રાર અહમદે પ્રભાવશાળી પ્રદર્શન કર્યું હતું. તેણે હાલમાં સોશ્યલ મીડિયા પર મૅચ દરમ્યાનનો વિરાટ કોહલી સાથેનો ફોટો શૅર કરીને લખ્યું છે કે ‘મારા બાળપણના હીરો વિરાટ કોહલીને બોલિંગ કરી. તેમણે મને આપેલી તમામ પ્રશંસા માટે આભારી છું. એક ક્રિકેટર તરીકેની તેમની મહાનતા ફક્ત એક વ્યક્તિ તરીકેની તેમની નમ્રતા સાથે મેળ ખાય છે. મેદાન પર અને મેદાનની બહાર તે એક સાચી પ્રેરણા છે.’
ડિસેમ્બર ૨૦૨૨થી ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર અબ્રાર અહમદની બોલિંગ જોઈને મૅચ દરમ્યાન વિરાટ કોહલીએ તેની પીઠ ઠપઠપાવી હતી. જોકે શુભમન ગિલને આઉટ કર્યા બાદ કરેલી વિચિત્ર ઉજવણીને કારણે તેને ક્રિકેટજગતના નિષ્ણાતોએ ઠપકો પણ આપ્યો હતો.