બ્લાઇન્ડ રૅન્કિંગ્સમાં જસપ્રીત બુમરાહને નંબર વન બોલરનું સ્થાન આપ્યું બ્રેટ લીએ

26 July, 2025 04:58 PM IST  |  London | Gujarati Mid-day Correspondent

ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનને પાંચમું જ્યારે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ભારતના વર્તમાન બોલિંગ-કોચ મૉર્ન મૉર્કેલને તેણે છઠ્ઠું સ્થાન આપ્યું હતું.

બ્રેટ લી

ઇંગ્લૅન્ડમાં આયોજિત વર્લ્ડ ચૅમ્પિયનશિપ ઑફ લેજન્ડ્સમાં ભૂતપૂર્વ ફાસ્ટ બોલર બ્રેટ લી ઑસ્ટ્રેલિયા ચૅમ્પિયન્સ માટે રમી રહ્યો છે. આ ટુર્નામેન્ટના એક ઇન્ટરવ્યુમાં તેની સાથે બ્લાઇન્ડ રૅન્કિંગ્સની રસપ્રદ રમત રમાઈ હતી જેમાં ઍન્કર દ્વારા વિશ્વના ૬ બોલર્સનું એક બાદ એક નામ સાંભળીને તેને પોતાના હિસાબે ટૉપ સિક્સમાં સ્થાન આપવાનું કહેવામાં આવ્યું હતું જેમાં તેણે ભારતના જસપ્રીત બુમરાહને નંબર વનનું સ્થાન આપ્યું હતું. સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેલ સ્ટેનને બીજું સ્થાન, ઑસ્ટ્રેલિયાના વર્તમાન ફાસ્ટ બોલર મિચલ સ્ટાર્કને ત્રીજું સ્થાન, ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ગ્લેન મૅક્ગ્રાને ચોથું સ્થાન, ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર જેમ્સ ઍન્ડરસનને પાંચમું જ્યારે સાઉથ આફ્રિકાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અને ભારતના વર્તમાન બોલિંગ-કોચ મૉર્ન મૉર્કેલને તેણે છઠ્ઠું સ્થાન આપ્યું હતું.

england india jasprit bumrah indian cricket team cricket news sports news sports