સચિન તેન્ડુલકર હજી પણ નંબર-વન સ્પોર્ટ‍્સ સેલિબ્રિટી

05 October, 2022 11:26 AM IST  |  New Delhi | Gujarati Mid-day Correspondent

સચિન સર્વોચ્ચ સ્પોર્ટ્સ સેલિબ્રિટી છે અને તેના પછીના ક્રમે વિરાટ કોહલી તથા મહેન્દ્ર સિંહ ધોની છે.

સચિન તેન્ડુલકર

ક્રિકેટ-લેજન્ડ સચિન તેન્ડુલકર નિવૃત્ત થઈ ગયો એને ૯ વર્ષ થઈ ગયાં હોવા છતાં કરોડો ક્રિકેટ-લવર્સમાં તે હજીયે સૌથી વધુ લોકપ્રિય છે એનો પુરાવો દેશના હંસા રિસર્ચ નામના સૌથી મોટા કન્ઝ્‍યુમર ઇન્સાઇટ્સ પ્રોવાઇડરે તૈયાર કરેલા બ્રૅન્ડ એન્ડોર્સર રિપોર્ટ-૨૦૨૨માં જોવા મળ્યો છે. સચિન સર્વોચ્ચ સ્પોર્ટ્સ સેલિબ્રિટી છે અને તેના પછીના ક્રમે વિરાટ કોહલી તથા મહેન્દ્ર સિંહ 
ધોની છે.

બ્રૅન્ડ એન્ડોર્સર એવો વ્યાપક સ્તરીય રિપોર્ટ છે જે દેશનાં ૩૬ શહેરોમાં સર્વે કરીને તૈયાર કરવામાં આવે છે. ૮૪ ટકા લોકોએ જે આઠ મુદ્દા પર સચિનના નામ પર મહોર મારી હતી એ આ મુજબ છે : લોકપ્રિયતા, સૌથી વધુ પસંદ સ્પોર્ટ્સ સેલિબ્રિટી, ગ્લોબલ પર્સનાલિટી, આત્મવિશ્વાસથી ભરપૂર, મહત્ત્વાકાંક્ષી, હરહંમેશ ફિટ, ભરોસાપાત્ર અને સોશ્યલ મીડિયા પર અસંખ્ય ફૅન-ફૉલોઅર્સ.
આ તમામ આઠ પરિબળોને કારણે જ સચિનને હજી પણ વિવિધ પ્રોડક્ટ્સ અને સર્વિસિસનો બ્રૅન્ડ ઍમ્બૅસૅડર બનાવવામાં આવે છે. વિનમ્ર સ્વભાવ, પ્રામાણિકતાના ગુણ અને આત્મ-શિસ્તબદ્ધતા સચિનના અન્ય સદ્ગુણો છે જેને કારણે તે અનેક કંપનીઓ અને સંસ્થાઓ દ્વારા કોહલી તથા એમએસ ધોની કરતાં પહેલાં બ્રૅન્ડ ઍમ્બૅસૅડર તરીકે સિલેક્ટ થઈ રહ્યો છે.

sports news sports cricket news sachin tendulkar