સિરાજ સમય પહેલાં જ વિકેટની ઉજવણી શરૂ કરે છે, સિનિયર પ્લેયર્સે તેને સમજાવવો જોઈએ

11 December, 2024 09:41 AM IST  |  Adelaide | Gujarati Mid-day Correspondent

આૅસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન માર્ક ટેલરે માર્યો ટૉન્ટ

માર્ક ટેલર

૧૯૮૯થી ૧૯૯૯ સુધી ઑસ્ટ્રેલિયા માટે ઇન્ટરનૅશનલ ક્રિકેટ રમનાર ઑસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ કૅપ્ટન અને ઓપનિંગ બૅટર માર્ક ટેલરે ભારતીય ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજને ટૉન્ટ મારીને  મહત્ત્વપૂર્ણ સલાહ આપી છે. માર્ક ટેલરે કૉમેન્ટરી દરમ્યાન કહ્યું કે ‘જ્યારે મોહમ્મદ સિરાજને લાગે છે કે તેણે બૅટરને આઉટ કર્યો છે ત્યારે તે અમ્પાયરનો નિર્ણય જાણવા માટે પાછળ જોતો નથી અને સમય પહેલાં જ ઉજવણી શરૂ કરી દે છે. મને લાગે છે કે આ તેના અને ક્રિકેટ માટે એક સારો નઝારો નથી. હું ઇચ્છું છું કે ભારતના સિનિયર સાથી પ્લેયર્સ તેની સાથે વાત કરે. મને તેની ભાવના ગમે છે, મને તેનો સ્પર્ધાત્મક સ્વભાવ ગમે છે, પરંતુ રમતનું સન્માન જાળવી રાખવાની જરૂર છે.’

india australia adelaide mohammed siraj cricket news sports news sports