ધોનીના સંન્યાસ ને લઇને સૌથી મોટો અપડેટ જાણો શું છે તેમનો પ્લાન

20 July, 2019 10:08 AM IST  |  નવી દિલ્હી

ધોનીના સંન્યાસ ને લઇને સૌથી મોટો અપડેટ જાણો શું છે તેમનો પ્લાન

ધોનીના સંન્યાસ પર મહત્વનું નિવેદન

મહેન્દ્રસિંહ ધોનીના મિત્ર અને તેના બિઝનેસ પાર્ટનર અરુણ પાંડેએ ધોનીના સંન્યાસ લઈને નિવેદન આપ્યું  છે. તેમણે કહ્યું છે કે હાલમાં સંન્યાસ લેવાનો કોઈ યોજના નથી. ભલે તેને લઈને ઘણી અટકળો ચાલી રહી હોય.

વિશ્વ કપની સેમિફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે મળેલી હાર બાદ ધોનીના સંન્યાસ લઈને અટકળો તેજ થઈ છે. પાંડેએ કહ્યું કે તેમની હમણાં તરત જ સંન્યાસ લેવાની કોઇ યોજના નથી. આવા મહાન ખેલાડીને લઈને ચાલી રહેલી અટકળો દુર્ભાગ્યપૂર્ણ છે. આજે જ્યારે વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ માટે ટીમનું સિલેક્શન થઇ રહ્યું છે તે પહેલા જ ધોનીના મિત્રનું આ નિવેદન આવ્યું છે. ધોનીની યોજના ત્યારે જ સામે આવશે જ્યારે ૩ ઓગસ્ટથી શરૂ થતા આ પ્રવાસ માટે ટીમનું સિલેક્શન થઈ જશે. આશા છે કે બીસીસીઆઇના અધિકારીઓ બે વખત વિશ્વકપ જીતાડનાર કેપ્ટન સાથે વાત કરશે. પાંડે લાંબા સમયથી ધોની સાથે જોડાયેલા છે અને સ્પોર્ટસ કંપનીની સાથે સાથે તેના અન્ય બિઝનેસ પણ જુએ છે.

આ પણ જુઓઃ જુઓ તારક મહેતાના ટીમની રીયલ લાઇફ ફેમિલી

વિશ્વ કપ બાદ પસંદગીકાર ભવિષ્યને ધ્યાનમાં રાખીને નિર્ણય કરી રહ્યા છે તેવામાં આડત્રીસ વર્ષનો આ ખેલાડી તેની પસંદ ન પણ હોઈ શકે. અટકળો દિવસેને દિવસે તેજ થતી જાય છે.પ્રશંસકો ઇચ્છે છે કે તે રમવાનું ચાલુ રાખે. તો લોકો એવા પણ છે જે ધોની ની સ્ટાઈલ પર સવાલ ઉઠાવી રહ્યા છે. ધોનીને ધીમી બેટિંગ ચાર લઈને ઘણી આલોચના ઓનો પણ સામનો કરવો પડ્યો હતો આ મામલે ગંભીરે પણ કહ્યું હતું કે હવે સિલેક્ટ તેમના માટે વિચાર કરવો જોઈએ. કહ્યું હતું કે સિલેક્ટર છે ધોની સાથે સીધી વાતચીત કરવી જોઈએ જેથી કોઈ સમસ્યા ન રહે. જોવું એ રહ્યું કે આ મામલે હવે ધોની શું નિર્ણય લે છે.

mahendra singh dhoni sports news