કોરોનાને કારણે ​બૉલને ચમકતો રાખવા સલાઇવાનો ઉપયોગ ટાળવો જોઈએ : ભુવનેશ્વર

12 March, 2020 07:37 AM IST  |  Dharamsala

કોરોનાને કારણે ​બૉલને ચમકતો રાખવા સલાઇવાનો ઉપયોગ ટાળવો જોઈએ : ભુવનેશ્વર

ભુવનેશ્વર કુમાર

ઇન્ડિયા અને સાઉથ આફ્રિકા વચ્ચેની મૅચમાં બૉલને ચમકતો રાખવા માટે સલાઇવા (થૂંક)નો ઉપયોગ ન કરવા માટે ભુવનેશ્વર કુમારે બોલરોને ઍડ્વાઇઝ આપી છે. ઇન્ડિયન ટીમ વતી ભુવનેશ્વર કુમાર, હાર્દિક પંડ્યા અને શિખર ધવનની ત્રિપુટી ઈજા બાદ કમબૅક કરી રહી છે. ઇન્ડિયામાં અત્યાર સુધીમાં ૬૦થી વધુ કોરોના વાઇરસના પૉઝિટિવ કેસ છે. આ વિશે વાત કરતાં ભુવનેશ્વરે કહ્યું કે ‘અમે દરેક પ્રકારની સાવચેતી રાખીશું અને અમારા ડૉક્ટરોની ટીમે પણ અનેક સલાહ-સૂચનો આપ્યાં છે. તેમણે અમને બૉલ પર સલાઇવા ન લગાડવાની સલાહ આપી છે અને એનું અમે પાલન કરીશું.’

આ પણ વાંચો : ડુપ્લેસી સાઉથ આફ્રિકા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે : ડી કૉક

ઇન્જરી બાદ પોતાની પેસ જાળવી રાખવી અઘરી છે કેમ કે જો તમે વધારે જહેમત ઉઠાવવા ગયા તો સ્થિતિ વધારે વણસી શકે છે. આવી સ્થિતિમાં સારો વિકલ્પ એ છે કે તમે વધારેમાં વધારે મૅચ રમો. મારા કિસ્સામાં ઇન્જર્ડ થયા બાદ હું પ્રૅક્ટિસ મૅચ રમ્યા વિના પાછો રમવા નથી માગતો.

- ભુવનેશ્વર કુમાર

india south africa bhuvneshwar kumar cricket news sports news coronavirus