Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ડુપ્લેસી સાઉથ આફ્રિકા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે : ડી કૉક

ડુપ્લેસી સાઉથ આફ્રિકા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે : ડી કૉક

12 March, 2020 07:37 AM IST | Dharamsala

ડુપ્લેસી સાઉથ આફ્રિકા માટે મહત્વનો ભાગ ભજવી શકે છે : ડી કૉક

ડી કૉક

ડી કૉક


સાઉથ આફ્રિકન ક્રિકટ ટીમના કૅપ્ટન ક્વિન્ટન ડી કૉકને પોતાની ટીમના સિનિયર પ્લેયર ફૅફ ડુ પ્લેસી પર ઘણી શ્રદ્ધા અને વિશ્વાસ છે. ડી કૉકના મતે ડુપ્લેસી આજથી શરૂ થનારી વન-ડે સિરીઝમાં મહત્ત્વનો ભાગ ભજવી શકે છે. આ વિશે વાત કરતાં ડી કૉકે કહ્યું કે ‘ફૅફ અમારી ટીમ માટે મહત્વનો ભાગ ભજવી શકે છે. લીડરશિપના દૃષ્ટિકોણથી વાત કરું તો તે અમારી ટીમના યુવા પ્લેયરોને પણ મદદરૂપ થઈ શકે છે. તે પોતે પણ જાણે છે કે ટીમના પ્લેયરો માટે તે કેટલો મદદગાર સાબિત થઈ શકે એમ છે. ડુપ્લેસીનું ટીમમાં હોવું ગર્વની વાત છે. તેના અનુભવનો ટીમને લાભ મ‍ળશે એવી આશા રાખીએ છીએ. વળી હું, ડુપ્લેસી, ડેવિડ મિલર જેવા સિનિયર પ્લેયર્સ અહીં યુવા પ્લેયરોને ગાઇડ કરવા માટે હાજર છીએ.’

વર્લ્ડ કપ ૨૦૧૯ બાદ ફૅફ ડુપ્લેસી પોતાની પહેલી વન-ડે સિરીઝ રમી રહ્યો છે અને ટીમને તેનો બહોળો અનુભવ મળી રહેશે એવી આશા છે. આ ઉપરાંત ભારતીય ટીમના પરિપેક્ષમાં વાત કરતાં ડી કૉકે કહ્યું કે ‘ઇન્ડિયન ટીમ અસાધારણ ટીમ છે કેમ કે એની પાસે સારા, ટેલન્ટેડ બોલર અને બૅટ્સમેન છે, પણ અમારી ટીમ ઘણી કોન્ફિડન્ટ છે. મને વિશ્વાસ છે કે આ સિરીઝ અમારા માટે ઘણી સારી રહેશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 March, 2020 07:37 AM IST | Dharamsala

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK